રાજકોટ : મોરારીબાપુની રામકથામાં માતા-પિતાને મળશે ‘શ્રવણ’ !! દેશ-વિદેશથી આવેલા ભાવિકો વડીલોને દત્તક લઈ શકશે
રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનારી મોરારીબાપુની રામકથામાં અનેક એવી સદભાવના થશે
જેના કારણે માતા-પિતાને સંતાનસુખ અને વડીલોની હુંફ માટે જંખના સેવતા બાળકોની ‘માતૃ પિતૃ દેવો’ની ભાવના પુરી થશે. માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત વૈશ્વિક રામકથા વૃક્ષો અને વડીલોના લાભાર્થે યોજાઇ રહી છે ત્યારે આ કથામાં મોરારીબાપુનાં સાનિધ્યમાં માતા-પિતાને દત્તક લેવાનું લાગણીસભર આયોજન રાખેલ છે.
આ સેવા પ્રકલ્પ વિશે 650 માતા-પિતા માટે શ્રવણ બનેલા સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયાએ ‘વોઇસ ઓફ ડે’ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અયોધ્યા નગરીનું નિર્માણ થઈ રહ્યું છે, મોરારીબાપુના શ્રીમુખેથી કથાના રસપાનમાં રામાયણના વિવિધ પ્રસંગોને રજૂ કરાશે.
મર્યાદા પુરુષોત્તમ અને દશરથપુત્ર ભગવાન શ્રીરામનો પિતાપ્રેમ અને તેમના એક વચનને જીલીને રાજમહેલ છોડી વનવાસ પસંદ કર્યો હતો, રામાયણ પરથી જીવનમાં ઘણા પાઠ શીખવા મળે છે તો આજે રાજકોટના આંગણે યોજાઇ રહેલી આ રામકથા ના ભૂતોના ભવિષ્ય બનવાની છે ત્યારે અમે પણ એક એવું આયોજન કર્યું છે જેમાં માતૃ પિતૃ પૂજન સાથે દેશ વિદેશથી આવનારા ભાવિકો વૃદ્ધાશ્રમના વડીલોને દત્તક લઈ શકે તે માટે ખાસ વિશિષ્ટ આયોજન કર્યું છે. અગાઉ પણ ઘણા પુત્રોએ વડીલોને દત્તક લીધા છે, સદભાવના વૃદ્ધાશ્રમમાં 650 જેટલા નિરાધાર અને બીમાર વડીલો રહે છે, અગાઉ 15 વડીલોને દત્તક લીધા હતા, રામકથામાં કોઈ પણ વ્યક્તિ વડીલોને સદભાવના કરી શકશે.