વોઇસ ઓફ ડે રાજકોટ
થોરાળા પોલીસ દ્વારા ભાવનગર રોડ પરથી 126 વ્હિસ્કીની બોટલ સાથે રતનપરના બુટલેગરની ધરપકડ કરી કુલ રૂ. 1.37 લાખનો મુદામાલ કબજે કર્યો છે.મળતી વિગત મુજબ થોરાળા પોલીસના પીઆઈ એન. જી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ, પીએસઆઇ એચ.ટી. જીંજાળાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ રવિ ગઢવી, પ્રકાશ ચાવડાની સંયુક્ત બાતમીના આધારે વિજયનગરના ગેટ પાસે, ભાવનગર રોડ પરથી પસાર થતી ફોર્ડ ફિસ્ટા કારને અટકાવી ઝડતી લેતા તેમાંથી દારૂની નાની મોટી 164 બોટલ નીકળી હતી.જેથી કારના ચાલક રતનપરના ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા જગદીશસિંહ ગોહિલની ધરપકડ કરી દારૂનો જથ્થો, કાર મળી રૂ.1.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.