Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ મનપાની ચૂંટણી : ત્રણેય પક્ષ માટે રાત થોડી અને વેશ ઝાઝા! ભાજપ માટે 2021ની જેમ સરળ રસ્તો નહીં હોય તે નક્કી

Mon, August 11 2025

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આડે હવે ચારથી પાંચ મહિનો સમય જ બાકી રહ્યો છે ત્યારે પાછલી ચૂંટણીની જેમ જ આ ચૂંટણીમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળવાની છે. ચૂંટણી માટે હવે બહુ ઓછા મહિના બાકી હોવાથી ત્રણેય પક્ષ અત્યારે રણનીતિ તો ઘડી રહ્યા છે પરંતુ સામે પડકારો પણ એટલા બધા હોય તે તમામ પડકારોને પાર કરી ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે રાત થોડી અને વેશ ઝાઝા જેવી સ્થિતિ પણ નિર્માણ પામી ગઈ હોવાનું રાજકારણ સાથે જોડાયેલા નિષ્ણાતો જણાવી રહ્યા છે. એક વાત તો નક્કી છે કે 2021માં ભાજપ માટે સત્તા હાંસલ કરવા માટે માખણ જેવો રસ્તો હતો તે આ વખતે જોવા મળશે નહીં કેમ કે આ વખતે આ રસ્તામાં એક નહીં બલ્કે વિવાદરૂપી અનેક ખાડા જોવા મળી રહ્યા હોય તેને બૂરવામાં સફળતા મળે છે કે પછી ખાડો વધુ ઉંડો બને છે તે આવનારો સમય જ બતાવશે.



આ વખતે ભાજપ માટે 2021ની જેમ સરળ રસ્તો નહીં હોય તે નક્કી

સૌથી પહેલાં ભાજપની વાત કરવામાં આવે તો 2021માં પક્ષે 18માંથી 17વોર્ડ ઉપર કબજો કરતા તેના 72માંથી 68 કોર્પોરેટર ચૂંટાયા હતા. જો કે થોડા મહિના અગાઉ બે કોર્પોરેટર સામે પક્ષે કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરી દેતા હાલ આ સંખ્યા ૬૬ છે. આટલી મોટી સંખ્યા હોવા છતા ભાજપ માટે એક બાદ એક પડકારો આવી રહ્યા છે. સૌથી મોટો જો કોઈ પડકાર હોય તો તે ઘરના કજિયાનો છે. પક્ષમાં રોજબરોજ કોઈને કોઈ વિવાદ સામે આવી રહ્યા છે. જો આ કજિયા ચૂંટણી સુધી યથાવત રહ્યા તો પક્ષ માટે મોટી મુશ્કેલી ઉભી થશે તે નિશ્ચિત છે.

આ અંગે પક્ષના મોવડીઓને પૂછવામાં આવે ત્યારે તેમના દ્વારા ‘જેમ પરિવાર મોટો થતો જાય તેમ ઝઘડા પણ વધે’, ‘ઘર હોય ત્યાં વાસણ ખખડવાના જ છે’ તેવા જવાબ આપી વાત પૂર્ણ કરી દેવામાં આવે છે પરંતુ ‘અંદર’ કેવી સ્થિતિ છે તે સૌ કોઈ જાણે છે. આટલું ઓછું હોય તેમ શહેર ભાજપના પ્રમુખ તો ચૂંટાઈ ગયા છે પરંતુ અન્ય હોદ્દેદારોની પસંદગી થવામાં ઘોર વિલંબ થઈ રહ્યો હોય તે પણ પક્ષને નડતરરૂપ બની શકે છે કેમ કે નવા હોદ્દેદારો પસંદ થશે ત્યારે ચૂંટણી નજીક આવી ગઈ હશે. જો આમ ન થાય તો જૂના હોદ્દેદારો મહેનત તો કરશે પરંતુ પોતાની વિદાય નિશ્ચિત હોવાનું માની તેઓ પૂરું જોર લગાડશે કે કેમ તે પણ પ્રશ્ન પૂછી લેનારી વાત છે.

ભાજપ માટે અત્યારે સૌથી મોટો પડકાર મતદારો સુધી પહોંચવાનો ‘રસ્તો’ શોધવાનો છે. પક્ષના અનેક કોર્પોરેટરો પ્રજાથી વિખૂટા પડી ગયા હોવાનું એક નહીં બલ્કે અનેક વખત સામે આવી ચૂક્યું છે. પ્રમુખ તરીકે પસંદગી પામ્યા બાદ ડૉ.માધવ દવે વોર્ડયાત્રા કાઢવા માટે તૈયારી કરી રહ્યા છે પરંતુ તેમને દરરોજ થઈ રહેલો ‘કકળાટ’ નડી રહ્યો હોય તેઓ

વિવાદ અને માથાકૂટ શાંત કરાવવામાંથી જ ઉંચા આવી રહ્યા ન હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. બીજી બાજુ રસ્તા પરના ખાડા, ટ્રાફિક સહિતની સમસ્યા લોકો સાથે સીધી રીતે જોડાયેલી હોય આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં ઘણેખરે અંશે પક્ષ નિષ્ફળ નિવડયો હોવાથી કયા મોઢે પ્રજા પાસે જવું તેવો સવાલ પણ નેતાઓને સતાવી રહ્યો છે.

આ પણ વાંચો : બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ.75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક બનશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી જાહેરાત

કોંગ્રેસ-આપ કેટલું લડી શકે છે તે પણ મહત્ત્વનું

કોંગ્રેસની સ્થિતિ પણ બહુ સારી નથી. પાછલી ચૂંટણીમાં માત્ર ચાર સીટ જીતીને સંતોષ માની લેવા માટે મજબૂર બન્યા બાદ ફરી બેઠું થવાની જાણે કે હિંમત જ ગુમાવી દીધી હોય તેવી રીતે પક્ષ જોઈએ તેવો આક્રમક બનીને રસ્તા પર ઉતરી રહ્યો નથી. અહીં પણ ભાજપની જ શહેર પ્રમુખ પસંદ થઈ ચૂક્યા છે પરંતુ અન્ય હોદ્દેદારોના હજુ કોઈ ઠેકાણા જ નથી. અરે, હોદ્દેદારો તો દૂરની વાત કોંગ્રેસ હજુ પોતાના વોર્ડપ્રમુખ પણ પસંદ કરી શકી નથી. મતદારો સુધી પહોંચવા માટે મજબૂત વોર્ડપ્રમુખ હોવા જરૂરી હોવા

છતાં પક્ષ તેમાં ઢીલ કરી રહ્યો હોય ચૂંટણીમાં ભોગવવું પડી શકે છે તેવો મત નિષ્ણાતોનો છે. આ ઉપરાંત શહેરીજનોને પડી રહેલી, નડી રહેલી સમસ્યાને મુદ્દો બનાવી હરિફ ભાજપની દુઃખતી નસ દબાવવાની તક પણ જતી કરવામાં આવી રહ્યાનું ચિત્ર અત્યારે ઉપસ્થિત થઈ રહ્યું છે.

આવું જ કંઈક આમ આદમી પાર્ટીનું છે. વિસાવદરમાં મળેલી જીતને ‘વિસાવદરવાળી’ નામ આપી શહેર આમ આદમી પાર્ટીના નેતા-નેતીઓ દર બે-ત્રણ દિવસે મહાપાલિકા કચેરીમાં નાના-મોટા મુદ્દે ‘હાજરી’ પૂરાવી આવેદન પાઠવવા સિવાય બીજી કશી કાર્યવાહી કરી રહી હોય તેવું લોકોને લાગી રહ્યું નથી. સામે કોંગ્રેસ અને ભાજપ જેવા હરિફ હોય તો તેને પાર પાડવા માટે કેટલી મહેનતની જરૂર પડે તે આમ આદમી પાર્ટીના નેતાઓ બરાબર જાણતા હશે આમ છતાં જોઈએ તેવી મહેનત દેખાઈ ન રહ્યાનું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે.

આ વખતે મને ટિકિટ મળે તો મળે અનેક કોર્પોરેટરે ‘હાર’ માની લીધી!

આવનારી મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપના સિમ્બોલ પરથી ચૂંટણી લડવા માટે દર વખતની માફક આ વખતે પણ રાફડો ફાટી નીકળવાનો છે તે નક્કી છે પરંતુ સીટિંગ મતલબ કે હાલના અનેક કોર્પોરેટરોએ ‘હાર’ માની લીધી હોય તેવી રીતે અત્યારથી કહેવાનું શરૂ કરી દીધું છે કે આ વખતે મને ટિકિટ મળે તો મળે…! જો કે આવું કહેવા પાછળ તેમની ‘ચાલ’ હોય તેવું પણ નિષ્ણાતો માની રહ્યા છે. સૌ કોઈ જાણે છે કે ભાજપમાં ચગે એ કપાયની માફક જો અત્યારથી પોતાના નામના ઢોલ પીટવા લાગે તો તેનું કપાવું નિશ્ચિત હોય અત્યારથી જ ફૂંકી ફૂંકીને છાશ પીવાનું મુનાસીબ માની રહ્યા છે.

કોંગ્રેસ-આપ માટે આ વખતે પણ મુરતિયા શોધવાનો પડકાર

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ વખતે પણ મુરતિયા મતલબ કે ભાજપના ઉમેદવારને હરાવી જીત હાંસલ કરે તેવા ઉમેદવાર શોધવાનો પડકાર રહેશે. ભાજપ સામે લોકોને રોષ ભલે હોય પરંતુ તેનો વિકલ્પ પણ ન હોવાથી મને-કમને મત તો ત્યાં જ પડતો હોવાથી એ મતને પોતાના તરફ ડાયવર્ટ કરી શકે તેવા ઉમેદવાર ઉતારવા માટે કોંગ્રેસ અને આપે અત્યારથી જ ગ્રાઉન્ડ લેવલે લેસન શરૂ કરવું પડશે અન્યથા માત્ર નામના ઉમેદવાર જ ઉતારવાથી જીત નહીં મળે તે પણ નિશ્ચિત છે.

Share Article

Other Articles

Previous

Air India Pilots Retirement Age : એર ઇન્ડિયાના પાઈલોટની નિવૃત્તિ વયમર્યાદામાં વધારો,58થી વધારીને 65 કરાઈ

Next

‘કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી’…હત્યા કેસમાં જેલ બહાર આવતાની સાથે જ શખ્સે યુવતીની કરી પજવણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
23 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
2 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
2 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ : ઉપલેટાથી આવેલા 30 કટ્ટા કરાયા જપ્ત
ગુજરાત
2 વર્ષ પહેલા
બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુએ પ્રભુતામાં પગલાં માંડ્યા : ઉદયપુરમાં વેંકટ દત્તા સાઈ સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો
Entertainment
1 વર્ષ પહેલા
કોઠારીયામાં સરકારી જમીનમાં મંદિરના નામે ગેરકાયદે બાંધકામ
રાજકોટ
2 વર્ષ પહેલા
ગોંડલ માર્કેટિંગ યાર્ડ આઠ દિવસ માટે બંધ રહેશે : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર