રાજકોટ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીથી ઉભરાયું: ધાણા, જીરું, ઘઉંની સારી આવક, ધુળેટીની રજાને લઈને વાહનોના થપ્પા લાગ્યા
રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસોની આવકમાં વધારો થઇ રહ્યો છે. ધાણાની આવક ધમધોકાર જેવી છે. સાથે જીરું અને ઘઉં સહિતની જણસોની આવકમાં પણ સારો એવો વધારો રહ્યો છે. ધુળેટીની રજાને લઈને સારો એવો ધસારો છે. આશરે ૧૩૦૦ જેટલા વાહનો વિવિધ જણસો ભરીને રાજકોટ યાર્ડમાં પહોચ્યા હતા. જેમાં સૌથી વધુ આવક ધાણા, ઘઉં, ચણા, રાઈ,રાયડા, કપાસ સહિતની સીઝનલ જણસોની છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં ધાણાની આવક 75000 મણ, કપાસની આવક 4000 મણ, ઘઉંની આવક 31000 મણ, ચણાની આવક 23000 મણ, રાઈ/રાયડાની આવક 6200 મણ, વટાણાની આવક 8000 મણ, મેથીની આવક 4200 મણ, સિંગફાડાની આવક 6000 મણ, જીરુંની આવક 18000 મણ, લસણની આવક 3700 મણ અને સફેદ તલની આવક 1000 મણ થઈ હતી.

ધાણાની બજાર અંદાજે 1375થી 2050 રૂપિયા, કપાસ 1425થી 1580 , ઘઉં 438થી 570 , વટાણાનો ભાવ 700થી 1110, લસણનો ભાવ 915થી 1680 , સિંગફાડા 1200થી 1740 , જીરૂનો ભાવ 3511થી 4242 , રાઈ 1120થી 1380 , મેથીનો ભાવ 950થી 1500 રૂપિયા રહ્યો હોવાનું જાણવા મળે છે. રવિવારની રજા ગઈ અને ધુળેટીની રજા હોવાથી સોમવારે જણસો સાથેનો ધસારો વધુ રહ્યો તેવું યાર્ડના વર્તુળોમાંથી જાણવા મળે છે.
