- વિરવા ગામે ૧૩ કારખાનેદારોએ સરકારી જમીન ઉપર કરેલું ગેરકાયદેસર બાંધકામ હટાવાયું
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણ હટાવવાબ જિલ્લા કલેકટરે કરેલા આદેશ અન્વયે લોધીકા મામલતદાર દ્વારા લોધિકા તાલુકાના વિરવા ગામના વિરવાથી પાળ જવાના રસ્તે સરકારી ખરાબાની જમીનમાં કારખાનેદારો દ્વારા મજૂરોને રહેવાં માટે બનાવવામાં આવેલ ઓરડીઓના દબાણો દૂર કરી કુલ પાંચ કરોડની સરકારી જમીનો ખુલ્લી કરાવી હતી.
લોધિકા તાલુકાના વિરવા ગામના વિરવાથી પાળ જવાના રસ્તે સરકારી ખરાબાની જમીન રેવન્યુ સ.નં. ૭૧ની જમીન આશરે ૪૦૦૦ ચો.મી. માં જુદી-જુદી કુલ – ૧૩ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અનઅધિકૃત દબાણ ખડકી દેવામાં આવતા લોધિકા મામલતદાર રાજેશ ભાડ દ્વારા નોટીસ બજવણી કરી સરકારી જમીન પરનો અનઅધિકૃત કબ્જો દિન-૫ માં ખુલ્લો કરવા જણાવ્યું હતું. આમ છતાં દબાણો દૂર કરવામાં ન આવતા શુક્રવારે મામલતદાર દ્વારા વિરવા ગામે આશરે પ કરોડની કિંમતની આશરે ૪૦૦૦ ચો.મી. જેટલી સરકારી જમીન સ.નં. ૭૧ પરનું દબાણ દુર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.