- બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં બેલડીને પકડી અઢી લાખનો મુદામાલ જપ્ત કર્યો : કુવાડવા રોડ પરથી વૃદ્ધા આંખની સારવાર કરાવી ઘરે જતાં હતા ત્યારે રિક્ષામાં બેસાડી શિકાર બનાવ્યા
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં કુવાડવા રોડ પરથી આંખની હોસ્પિટલમાં સારવાર કરાવવી વૃદ્ધા રિક્ષામાં બેસી ઘરે જતાં હતા ત્યારે રિક્ષામાં બેઠેલી એક મહિલાએ ધક્કા મૂકી કરતાં વૃદ્ધાને ચાલકે ગ્રીનલેન્ડ ચોકડીએ ઉતારી મૂક્યા હતા.અને તે સમયે મહિલાનો 1 લાખનો સોનાનો ચેન પણ સેરવી લીધો હતો. આ મામલે ફરિયાદ થતાં બી ડિવિઝન પોલીસની ટીમે ગણતરીનો કલાકોમાં ચીલ ઝડપ કરનાર સાસુ-જમાઈની બેલડીને પકડી પાડી અઢી લાખનો મુદામાલ કબેજ કર્યો છે.
વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબદારીમાં પીએસઆઈ કે.ડી.મારુ અને તેની ટીમને મળેલી બાતમી આધારે સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર નાના મવા રોડ પર રહેતા રિક્ષા ચાલક રાકેશ ઉર્ફે ઉગો સવજીભાઈ રાઠોડ અને તેના સાસુ હંસાબેન દિનેશ સોલંકીને પકડી પાડી તેમની પાસેથી 1 લાખનો સોનાનો ચેન અને રિક્ષા મળી કુલ રૂ.2.50 લાખનો મુદામાલ કબેજ કર્યો હતો.અને આ મામલે પોલીસે સાસુ-જમાઈની પૂછતાછ કરતાં તેમને પૈસાની જરૂરિયાત પડતાં આ ચીલઝડપને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.