વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં માધાપર ચોકડીએ રહેતાં અને સેલ્ફમાં ભાડે કાર આપવાનું કામ કરતાં યુવાન પાસેથી ગાંધીગ્રામના શખસે ભાડેથી પાંચ લાખની કાર બે દિવસ માટે લઇ ગયા બાદ વધુ દિવસો માટે કાર રાખવી છે તેમ કહી પોતે ગાયબ થઇ જતાં પોલસમાં ફરિયાદ નોંધી છે.
વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડી પાસે સુંદરમ સીટીમાં રહેતાં અને ઘરે બેઠા રિધ્ધી સિધ્ધી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે આપવાનો ધંધો કરતાં સાગર જેન્તીભાઇ પિત્રોડા (ઉ.વ.ર૯)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં ગાંધીગ્રામના જયદિપ જગદીશભાઈ વાઘેલાનું નામ આપતા જણાવ્યું હતું કે, ગત તા ૧૬/૭ના જયદિપ વાઘેલાએ તેમની પાસેથી બે દિવસ માટે હુડાઈની ઓરા કાર ભાડે લીધી હતી. અને રોજનું રૂપિયા ૧૭૦૦ ભાડુ આપવાનું થતું હતું. કાર લઇ ગયા બાદ તેને વધુ દિવસો માટે કાર રાખવી છે. તેમ કહી ઓનલાઈન ભાડું જમા કરી આપ્યું હતું.બાદ કાર પરત આપવાનો સમય થયો ત્યારે આરોપી જયદીપનો ફોન બંધ આવતો હોવાથી તેના ઘરે તપાસ કરી હતી.અને તે ગાયબ જણાતા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ પરતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.