ભગવતીપરામાં પિતા-પુત્ર પર ચાર શખસોનો છરી વડે હિચકારો હુમલો
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં ભગવતીપરામાં પંજાબી ચાઇનીઝ ફાસ્ટ ફૂડની દુકાનમાં મોટા ભાઇ સાથે બેસતાં યુવાન અને તેના પિતાને રાતે તેના ઘર નજીક જ ભગવતીપરાના ચાર શખસોએ પેટમાં છરી ભોંકી દેતા લોહીલુહાણ હાલતમાં યુવકને સારવારમાં ખસેડાયો હતો.અને આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગતો મુજબ ભગવતીપરા-૯માં રહેતા અને હુમલામાં ઘવાયેલા આશિષ જગદીશભાઇ વાઘેલા (ઉ.વ.૧૯)ના મોટા ભાઇ મિહીર જગદીશભાઈ વાઘેલા (ઉ.વ.૨૧)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં ભગવતીપરામાં જ રહેતા સિકદર રાઉમા, અફઝલ રાઉમા, દરેડ ઉફ દલીયો રાઉમા અને સમીર રાઉમાનું નામ આપતા જણાવ્યું હતું કે,તેમના પિતા મંડપ સર્વિસનુ કામ કરતા હોઈ છકડો રિક્ષા લઇ આશાબા પીરની દરગાહ પાસે દેવીપૂજક પરિવારને ત્યા દશામાના વ્રત નિમીતે મંડપ નાખવા ગયા હોઇ તે સમયે આરોપીઓ ત્યાં રસ્તામાં બેઠા હતા.અને શેરીમાં રિક્ષા લઈને આવવું નહિ કરી મારકુટ કરી હતી. જે બાબતનો ખાર રાખી ફરીથી આ ચારેય ભાઇઓ છરીઓ સાથે ધસી આવી આશિષને મારી દેતા તેને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરી છે.
