- લોધિકાના પાંભર ઇટાળા ગામનો બનાવ:અગાઉના ઝઘડાનો ખાર રાખી છરીના ઘા ઝીંકી દેતા યુવાન સારવાર હેઠળ, પોલીસે બે શખસો સામે નોંધ્યો ગુનો
વોઇસ ઓફ ડે,રાજકોટ
રાજકોટના લોધિકાના પાંભર ઇટાળા ગામે અગાઉના ઝઘડાનો રાખીને સુનિલ રાઠોડ નામના યુવક પર તેના જ કૌટુંબિક ભાઈઓએ છરી વડે હુમલો કર્યો હતો.ઘટનામાં ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, પાંભર ઇટાળા ગામે રહેતા સુનિલ હિતેશભાઈ રાઠોડ નામના યુવક મેટોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવાયું હતું.કે ગત તારીખ ૧૦/૭/૨૦૨૪ ના તે ગામના આવેલ ચેકડેમ પાસે બેઠો હતો ત્યારે તેના કુટુંબીભાઈ કેતન રાઠોડ અને તુષાલ રાઠોડ બંને બાઈક લઇને ઘસી અવ્યા હતા. અને અગાઉ થયેલા ઝઘડાનો ખાર યુવકને ગાળોભાંડી હતી.યુવકે ગાળો આપવાના ના પાડતા અચાનક ઉશ્કેરાઈ જઈને કેતન રાઠોડે તેની પાસે રહેલી છરી યુવકને પડખામાં મારી દીધી હતી. જે બાદ દેકારો થતાં બને ત્યાંથી નાશી છૂટ્યા હતા.
લોહીલુહાણ હાલતમાં યુવકને તાકીદે સારવાર અર્થે પ્રથમ મેતોડા અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે મેટોડા પોલીસે યુવકે આપેલા નિવેદનમાં આધારે બંને આરોપીઓ સામે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.