રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન પી. જી. ક્યાડાના અધ્યક્ષ સ્થાને મળી હતી. રાજકોટ પંચયેિલ અંદાજપત્રમાં કુલ રૂ.૯૫૮.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત કુલ રૂ.૨૧.૯૩ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
રાજકોટ જિલ્લા પંચાયતના સને ૨૦૨૫-ર૬ના અંદાજપત્રમાં કુલ રૂ.૧૦૯૧.૬૪ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત કુલ રૂ.૨૨ કરોડની જોગવાઈ મંજુર કરવા સામાન્ય સભાને ભલામણ કરવામાં આવી.
બાંધકામના કુલ ૭ કામોના ટેન્ડરના કુલ રૂ.૧૪, ૨૩, ૨૫,૧૩૭ તથા જિલ્લા પંચાયત કચેરી, જૂની સિવિલ કોર્ટ બિલ્ડીંગ રીપેરીંગના ૨ કામોના કુલ રૂ.૨૨,૦૦,૦૦૦ (બાવીસ લાખ રૂપિયા પૂરા) મંજુર કરવામાં આવ્યા. બેઠકમાં અધ્યક્ષ ક્યાડા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિદ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ સભ્યો હાજર રહ્યા હતા.