વોઇસ ઓફ ડે, રાજકોટ
શહેરમાં આવેલી ટી.એન રાવ કોલેજના પ્રોફેસરને રૂ.૨.૮૫ લાખના ચેક રિટર્ન કેસમાં અદાલતે એક વર્ષની સજા ફટકારી છે.
કેસની વિગતો અનુસાર, આરોપી વિરલ નાથાભાઈ પીપળીયા ટી. એન રાવ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. અને ફરિયાદી રતીલાલ ડોબરીયા સાથે સબંધ હોય જેથી મિત્રતાના દાવે આરોપીને વર્ષ ૨૦૧૬માં ૯.૮૫ લાખ આપેલા હતા. જે રકમમાંથી વિરલે રૂ.૭ લાખ ફરિયાદીને ચૂકવી આપેલા હતા. તેમજ બાકી રહેતા રૂપિયા ૨.૮૫ ચૂકવવા ચેક આપેલો હતો.જે ચેક ફરિયાદી દ્વારા બેંકમાં જમાં કરાવતા ” પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅર ” ના શેરા સાથે પરત થયેલ. ત્યાર બાદ રતિલાલ ડોબરીયાએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.જે કેસ ચાલવા પર આવતા વકીલે કરેલી ધારદાર દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને અદાલતે આરોપી વિરલ પીપળીયાને એક વર્ષની સજા તેમજ ફરિયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ અર્જુન એસ.પટેલ, મહેન એમ.ગોંડલીયા, રવિન એન.સોલંકી અને ભાર્ગવ એ.પાનસુરીયા રોકાયેલ હતા.