પેટા. આંબેડકરનગરનો બનાવ : મહિલા સહિત પાંચ શખ્સો સામે પોલીસે નોંધાયો ગુનો
વોઇસ ઓફ ડે, રાજકોટ
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં પોલીસને દારુની બાતમી આપી હોવાનો ખાર રાખીને મામાં-ભાણેજ પર બે મહિલા સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. મલિવાયાનગર પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિગતો અનુસાર, એસ.ટી. વર્ક શોપ નજીક આવેલા આંબેડકરનગરમાં રહેતા મોહિત જેન્તીભાઇ ડાંગરે પોલીસમાં આરોપી તરીકે ભારત ચૌહાણ, પૂનમ મનીષ ડાંગર, અશોક સીંઘવ સહિત ત્રણ અજાણ્યા શખસોનું નામ આપતા જણાવાયું હતું કે, ઘરેથ નજીકમાં આવેલ પાનની દુકાને ફાકી ખાવા જતો હતો ત્યારે આંબેડકરનગર શેરી નં.9માં પહોંચતા આરોપીઓ ઘસી આવેલા અને ભારત ચૌહાણે મારો દારૂ પોલીસમાં પકડાવેલ છે? તેવું કહી ગાળો આપી હતી. તેમજ તેની સાથે રહેલા અશોક સીંઘવે આજે આ લોકોને મુકવાના નથી. તેવું કહીને લાકડી અને છરી વડે હિચકારો હુમલો કર્યો હતો. મોહિતને બચાવવા દોડેલા ભાણેજ આશિષને પણ આરોપીએ માર માર્યો હતો.બનાવ અને માલવીયા પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.