રાજ્યના નવ પ્રોબેશનર આઈએએસને નિમણુંક અપાઈ
સીટી પ્રાંત-2 નિશા ચૌધરી બગસરા મુકાયા : રાજકોટમાં પ્રોબેશનર આઈએએસ મેહક જૈન મુકાયા
રાજકોટ : રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે 2022ની બેચના પ્રોબેશનર આઈએએસ નવ અધિકારીઓને અલગ અલગ જિલ્લામાં નિમણૂકના હુકમો કર્યા છે જે અંતર્ગત રાજકોટના 2021ની બેચના આઈએએસ આસિસ્ટન્ટ કલેકટર અને સીટી પ્રાંત-2 નિશા ચૌધરીની અમરેલી જિલ્લાના બગસરા ખાતે બદલી કરી તેમના સ્થાને મેહક જૈનને રાજકોટ સીટી પ્રાંત-2 તરીકે નિમણુંક અપાઈ છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજકોટના 2021ની બેચના આઈએએસ આસિસ્ટન્ટ કલેકટર નિશા ચૌધરીની અમરેલી જિલ્લાના બગસરા ખાતે બદલી કરવા હુકમ કરી 2022ની બેચના પ્રોબેશનર આઈએએસ નવ અધિકારીઓને અલગ અલગ જિલ્લામાં નિમણૂકના હુકમો કર્યા છે જે અન્વયે મેહક જૈનને આસિસ્ટન્ટ કલકેટર તરીકે સીટી પ્રાંત-2 રાજકોટ ખાતે નિમણુંક કરવાંમાં આવી છે. આ ઉપરાંત પ્રતિભા દહિયાને ભાવનગર, શ્રી વિદ્યાસાગરને ધંધુકા, વંદના મીનાને કેશોદ, હિરેન બારોટને પેટલાદ, રાજેશકુમાર મૌર્યને રાધનપુર, સ્વપ્નિલ સિસલને ધ્રોલ, ઓમકાર સીંદેને નીઝર અને અમોલ અવાટેને દ્વારકા આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે.