રાજકોટ શહેરના બિગ બાઝાર પાછળ સત્ય સાંઈ રોડ પર આવેલા મારુતિ પાર્ક શેરી નં 4 માં રહેતી નવ વર્ષની બાળાનું બે દિવસથી ઝાડા-ઉલ્ટી થયા બાદ મોત નિપજતાં પરિવારમાં ઘેરો શોક છવાયો હતો.
વિગતો મુજબ, સત્ય સાંઈ રોડ પર મારુતિ પાર્ક શેરી નં 4 માં રહેતા હિતેશભાઈ બેરાની પુત્રી વિરા (ઉં.વ.09)ને બે દિવસથી ઝાડા- ઉલ્ટી થતાં તેણીને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ હતી.પરંતુ અહી તેની તબિયત વધુ લથડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન બાળકીએ દમ તોડી દેતા પરિવારમાં ઘેરો શોક છવાયો હતો.બનાવ અંગે જાણ થતાં જ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ જરુરી કાગળ કાર્યવાહી કરી હતી.વધુમાં બાળકી વીરા બે બેહનમાં નાની હતી અને ધોરણ ૪માં અભ્યાસ કરતી હતી.પોતાની વહાલ સોય પુત્રીના મોતથી માતા-પિતા પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું.