વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં પોપટપરામાં રહેતા તરુણનું આચકી ઉપડ્યા બાદ બેભાન થતાં મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં મુંજકામાં રહેતા યુવાનનું ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં મોત થયું હતું.અને હાર્ટએટેકની શંકાના આધારે પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવની માહિતી મુજબ પોપટપરામાં સ્વામિ વિવેકાનંદ નગર શેરી નં-9માં રહેતા હરેશભાઈ સોલંકીનો 12 વર્ષનો શાયર નામનો પુત્ર ઘરે હતો ત્યારે આંચકી આવી જતાં બેભાન થઈ જતાં તાકીદે તરુણને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહી તબીબે મૃત જાહેર કર્યો હતો. તરુણ બે ભાઈ અને બે બહેનમાં મોટો હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.

બીજા બનાવમાં મુંજકા ગામે આવેલા ટીટોળીયા કવાર્ટરમાં રહેતો ગૌતમ મહેશભાઈ સોલંકી (ઉ.22)નામનો દરજી યુવાન ગઇકાલ વહેલી સવારે પોતાના ઘરે હતો ત્યારે અચાનક ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે દોડી જઈ તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવાનને હાર્ટએટેક આવી ગયાની શંકાના આધારે તબીબો દ્વારા મોતનું ચોક્કસ કારણ જાણવા તેના વિશેરા લેવામાં આવ્યા છે.