દીકરી એ વહાલનો દરિયો કહેવાય છે. કારણ કે, દીકરી જેટલું ધ્યાન એક માતા-પિતાનું દીકરો રાખી શકતો નથી અને દીકરીનું શાસ્ત્રોમાં અલગ જ મહત્વ છે. હાલ દિવાળીનો પ્રવિત્ર તહેવાર છે.ત્યારે ધનતેરસના દિવસે માં લક્ષ્મીની મૂર્તિ સાથે પરિવારમાં લક્ષ્મી સ્વરૂપે દીકરી પધારી છે.તેની પૂજા કરવામાં આવે છે.ત્યારે ધનતેરસના દિવસે ઝનાના હોસ્પિટલમાં 20 લક્ષ્મી સ્વરૂપ દીકરીઓનો જન્મ થયો હતો.અને તમામ બાળકીઓની તબિયત સંપૂણ સ્વસ્થ હોવાનું નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું.