કમલમને ઘેરાવ કરવાની ચીમકી આપનાર રાજ શેખાવતની એરપોર્ટ ઉપરથી જ કરાઈ અટકાયત…જુઓ
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારની પાછી ખેંચે તેવી માંગ સાથે ચાલી રહેલા આંદોલન અંતર્ગત ગાંધીનગર ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમને ઘેરાવ કરવાનો કાર્યક્રમ નિષ્ફળ ગયો હતો. આ કાર્યક્રમની જાહેરાત કરનાર કરણીસેનાનાં પ્રમુખ રાજ શેખાવતની પોલીસે અમદાવાદ એરપોર્ટથી જ અટકાયત કરી લીધી હતી. આ પૂવે પોલીસે કમલમ ખાતે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો અને કોઈને પણ ચેકિંગ વગર પ્રવેશ આપવામાં આવતો ન હતો.
ગુજરાત કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગ્યે ભગવા ધ્વજ અને લાકડીઓ સાથે ક્ષત્રિયોને ગુજરાત ભાજપ મુખ્ય કાર્યાલય કમલમનો ઘેરાવ કરવા હાકલ કરી હતી. જોકે, આ કાર્યક્રમને સફળતા નથી મળી કારણ કે જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા રાજ શેખાવતને ક્રાઈમ બ્રાન્ચની ટીમે એરપોર્ટ પરથી જ ડિટેઈન કરી લીધા હતા. અટકાયત દરમિયાન રાજ શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. આ ઉપરાંત જ્યારે પોલીસ વાનમાં લઈ જતી વખતે પોલીસકર્મીએ તેમની પાઘડી આકસ્મિક રીતે ઉતારી દીધી હતી જેના કારણે તેઓ રોષે ભરાયા હતા.
અટકાયત પહેલા શેખાવતે એરપોર્ટ પરથી એક વીડિયો બનાવ્યો હતો. તેમાં કહ્યું હતું કે, . મે સરકાર અને તંત્રને કહ્યું હતું કે મને અને મારા ક્ષત્રિયોને જો કમલમ સુધી પહોંચવામાં રુકાવટ બનશો તો આત્મદાહ કરીશ. આત્મવિલોપન કરીશ.