અમરેલી જીલ્લામાં મેઘમહેર યથાવત : ભાવનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો
રાજ્યમાં ચોમાસાની શરુઆત થઇ ચુકી છે અને અનેક જગ્યાએ વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે અમરેલીમાં મેઘરાજા પોતાનું વહાલ વરસાવી રહ્યા હોય એમ સતત 5 દિવસથી અમરેલી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે . હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ હતો. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં છવાયો વરસાદી માહોલ જામ્યો હતો તો રાજુલાના જાફરાબાદ પંથકના કેટલાક ગામડામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. અમરેલીના રાજુલાના રાભડા ડુંગર સહીત આસપાસના અનેક ગામડાઓમાં વરસ્યા વરસાદી ઝાપટા પડ્યા હતા રાજુલાના જાફરાબાદ પંથકના નાગેશ્રી સહીત અનેક ગામડામાં વરસ્યો ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા.
હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત પાંચમા દિવસે વરસાદ આવતા ધરતીપુત્રો ખુશીખુશાલ થયા છે. અમરેલી સાવરકુંડલા વચ્ચે ચક્કરગઢ પાટિયાથી શેત્રુંજી નદી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વિઝીબલીટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ખેતરો આજે ફરી વરસાદના પાણીથી છલકાયા વાવણી ખૂબ સારી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. તો હજી પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ હજી સુધી પડ્યો નથી જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
વરસાદી માહોલની મજા માણતા વનરાજા
અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં નોંધપાત્ર વરસાદના કારણે નદીઓ ખળખળ વહેતી થઈ છે અને વનરાજીઓ પણ ખીલી ઉઠી છે. ત્યારે આ કુદરતી નજારાને માણવા માટે જાણે એક સિંહ નીકળ્યો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
મહુવા પંથકમાં જામ્યો વરસાદી માહોલ
ભાવનગરના મહુવા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. મહુવા ના બગદાણા ટીટોડીયા મોણપર ગામે મેઘો મહેરબાન થયો છે. જિલ્લા મહુવા તાલુકાના બગદાણા, મોણપર,ટીટોડીયા,કરમડીયા તેમજ દેગવડા સહીતના વિસ્તારમાં વરસાદ શરુ થયો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેમજ ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જેસર કંદમગીરી સાતાનાનેસ,બોદાના નેસ,વડાલ,અયાવેજ,પા.જડકલા.સહિતના વિસ્તારમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેસરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે.