વેપારીઓના પ્રશ્નોની પાઠ્ય પુસ્તક મંડળમાં રજૂઆત કરાશે
અપના બજાર દ્વારા શહેર અને જિલ્લાના પાઠ્ય પુસ્તક વિક્રેતાઓ સાથે બિઝનેસ સમીટ યોજાઈ
અપના બજાર રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા તથા શહેરભરનાં પાઠયપુસ્તક વિક્રેતાઓ સાથે બિઝનેસ મીટ – ગ્રાહક મિલન યોજાયું હતું. સંસ્થાના બોર્ડ ઓફ ડિરેકટરો વતી સર્વે વેપારી મિત્રોને સતત ત્રીજા વર્ષે આવકારતા સંસ્થાનાં ચેરમેન ભાગ્યેશભાઈ વોરાએ વેપારી મિત્રો ઘ્વારા ઓનલાઈન ઓર્ડર બકીંગમાં સારા સહકાર તથા સમય બચત-કાર્ય સરળતા વિગેરે અભીગમની સરાહના કરી વેપારીઓનાં સાથે સહકારને બીરદાવ્યો હતો.
સંસ્થા ધ્વારા ગુજરાત રાજય શાળા પાઠય પુસ્તક મંડળ- ગાંધીનગર સાથેની સમસ્યાઓ-માંગણી અંગે પ્રકાશ પાડતા જણાવેલ હતુ કે, છેલ્લા ૩૮ વર્ષથી ડીઝલ,ટોલ ટેકસ તથા થતા રહશે છે આ બબટ્ર બચાનો વળતરમાં વધારો કરવામાં આવે તેવી રજુઆત, વિત્રણ પેટે મળતા કમીશન અંગે રજૂઆત, ઘટાડેલ અભ્યાસ ક્રમનાં પુસ્તકો બાબત, બીલનું પેમેન્ટ કર્યા પછી જે પુસ્તકો સ્ટોકમાં ન હોય તે અંગે આવી તમામ વિતરકો અને વિક્રેતાઓને સ્પર્શતી બાબતો માટે ચર્ચા-વિમર્સ થયો હતો.
પુસ્તક વિતરણની સુવ્યવસ્થિત અતિ ઝડપી વ્યવસ્થાનાં વ્યવસ્થાપક, સંસ્થાના વર્ષોથી કાર્યરત એવા કમલેશભાઈ ગજ્જર અને રાજભાઈ ચાવડાની કામગીરીને વિતરકો ધ્વારા પ્રસંશા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અપના બજારનાં વર્તમાન ડીરેકટરો અરવિદભાઈ સોજીત્રા, પંકજભાઈ દેસાઈ, મહેશભાઈ કોટક, ફુલાભાઈ શીંગાળા, જયંતભાઈ ધોળકીયા, નયનાબેન મકવાણા તેમજ વાઈસ ચેરમેન દિપકભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
આ સુંદર કાર્યક્રમનું હળવી શૈલીમા હાસ્યવિભોર સંચાલન મહેશભાઈ કોટક ધ્વારા તેમજ આભારદર્શન મહિલા સહકારી અગ્રણી સંસ્થાના પુર્વ ચેરપર્સન વર્તમાન ડીરેકટર નયનાબેન મકવાણાએ કરેલ હતું. મીટને સફળ બનાવવા માટે સંસ્થાન કર્મચારીઓ પુજાબેન મેર, રાજ ચાવડા, જયેશ કારોલીયા, યોગેશ ગઢવાણા, સાગર જોષી, કમલેશભાઈ ગજ્જર વહિવટી અધિકારી નરેશ શુકલએ સખત જહેમત ઉઠાવી હતી.