Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વન નેશન વન ઇલેક્શનની તૈયારી તરફ આગેકૂચ : રાજકોટ સહિત રાજ્યના 91 BLOને દિલ્હીમાં બે દિવસની તાલીમ

Wed, June 25 2025

ભારત સરકાર દ્વારા ચૂંટણી ખર્ચ ઘટાડવાની સાથે સમય બચત માટે દેશમાં વન નેશન વન ઈલેક્શન અમલી બનાવી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવા માટે બંધારણમાં સૂચવેલો સુધારો હાલમાં સંસદીય સમિતિ હસ્તક છે ત્યારે બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત જ બુથ લેવલ ઓફિસરો માટે દિલ્હી ખાતે બે દિવસીય તાલીમ યોજવામાં આવી છે જેમાં રાજકોટ સહિત રાજ્યના 19 જિલ્લાના 91 બીએલઓ અથવા સુપરવાઈઝરને આગામી શુક્ર-શનિવારે બે દિવસની તાલીમ આપવામાં આવશે, નોંધનીય છે કે, આ તાલીમને વન નેશન વન ઇલેક્શનની તૈયારી માટે જોવાઈ રહી છે.

freepik

દેશમાં વન નેશન વન ઈલેક્શન અમલી બને તો  96 કરોડથી વધુ મતદારો માટે 10 લાખથી વધુ મતદાન મથકો ઉપર એકસાથે ચૂંટણીનું આયોજન કરવું એક વિશાળ પડકાર છે. જો કે, હાલમાં આ બિલ જેપીસી એટલે કે,સંયુક્ત સંસદીય સમિતિ પાસે રહેલું હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા આ દિશામાં આગળ વધવા માટે તૈયારી શરૂ કરવામાં આવી હોવાના સંકેતો મળી રહ્યા છે. દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત જ બીએલઓ એટલે કે, બુથ લેવલ ઓફિસરોને તાલીમ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે જેમાં આગામી શુક્ર અને શનિવારે રાજકોટ સહિત 19 જિલ્લાની 91 વિધાનસભા બેઠકોના એક -એક બીએલઓને તાલીમ આપવામાં આવશે.

freepik

વધુમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા તાલીમ યોજવામાં આવતા રાજ્યના કુલ 91 બીએલઓને અમદાવાદથી દિલ્હી મોકલવામાં આવશે જેમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, મેહસાણા, બનાસકાંઠા, પાટણ સહિતના 19 જિલ્લાની 91 વિધાનસભા બેઠકના બીએલઓ અથવા સુપરવાઈઝરને બે દિવસની તાલીમ આપવામાં આવશે બાદમાં આ તાલીમાર્થીઓ અન્ય બીએલઓને તાલીમ આપશે.

આ પણ વાંચો : બોમ્બ નહીં શોધી શકો એટલે કોર્ટ જ ખાલી કરજો…રાજકોટની કોર્ટને ઉડાવી દેવાના મેઈલથી બધા ધંધે લાગ્યા

મતદાન મથકોમાં મતદારોની સંખ્યા 1200 કરાશે

રાજ્યમાં તમામ મતદાન મથકોમાં એકસૂત્રતા જળવાઈ રહે અને ચૂંટણી સમયે મતદાન મથક ઉપર મતદારોની લાઈનો ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા મહત્વનો નિર્ણય લઈ તમામ મતદાન મથકોમાં મતદારોની સંખ્યા 1200 સુધી સીમિત કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.હાલ રાજકોટ જિલ્લામાં 2256 મતદાન મથકો છે જેમાં અનેક મતદાન મથકમાં મતદારની સંખ્યા 1200થી વધુ હોય નવા નિયમ અન્વયે જિલ્લામાં 700 મતદાન મથકો વધે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : તો ભરોસો કોણ કરશે? રાજકોટમાં DCBના નંબર પર ફરિયાદ નોંધાવનારને મળી ધમકી, વાંચો સમગ્ર ઘટના

શું છે વન નેશન વન ઈલેક્શન બિલ?

દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે એક જ દિવસે અથવા ચોક્કસ સમયમર્યાદામાં યોજી ચૂંટણી ખર્ચ ઘટાડવા માટે દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી માટે વન નેશન વન ઈલેક્શન હેઠળ ચૂંટણી યોજવા બંધારણમાં સુધારો કરવા 17 ડિસેમ્બર 2024ના રોજ કેન્દ્રીય કાયદા રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં બંધારણમાં 129મો સુધારો બિલ, 2024 રજૂ કર્યું હતું જે 19 ડિસેમ્બર 2024ના રોજ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું છે.નોંધનીય છે કે, 1951-52થી 1967 સુધી ભારતમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે યોજાતી હતી. જોકે, 1968-69માં કેટલીક વિધાનસભાઓનું વહેલું વિસર્જન થતાં આ ચક્ર તૂટ્યા બાદ અલગ અલગ ચૂંટણી યોજાઈ રહી છે.

Share Article

Other Articles

Previous

રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી

Next

તો ભરોસો કોણ કરશે? રાજકોટમાં DCBના નંબર પર ફરિયાદ નોંધાવનારને મળી ધમકી, વાંચો સમગ્ર ઘટના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
33 મિનિટutes પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
1 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
2 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

કચરા વચ્ચે રહેતું રાજકોટ !!
રાજકોટ
2 વર્ષ પહેલા
નશો કરીને આવેલા શખ્સે લોક દરબારમાં મેયરનું કર્યું અપમાન !
રાજકોટ
11 મહિના પહેલા
૨૪મીએ આગમન બાદ દ્વારકા-રાજકોટમાં વડાપ્રધાન મોદીના ભરચક્ક કાર્યક્રમ
રાજકોટ
1 વર્ષ પહેલા
દિલ્હીમાં એર પોલ્યુશન વધુ ગંભીર થતાં આ તારીખ સુધી શાળાઓ બંધ
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર