આવતીકાલે વડાપ્રધાનનું અમદાવાદમાં આગમન, જુઓ કાર્યક્રમ
એક જ દિવસમા અમદાવાદ, મહેસાણા, નવસારી અને કાકરાપાળની મુલાકાત લેશે : કાકરપાળ એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લઈ સુરતથી વારણસી જવા રવાના થશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા.22થી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેમાં તા.23મીએ તેઓ વારાણસી કાર્યક્રમમાં જનાર હોય 24 અને 25 ફરી ગુજરાત પ્રવાસે આવશે અને 22, 24 અને 25 દરમિયાન અમદાવાદ, મહેસાણા, નવસારી,સુરત, જામનગર, દ્વારકા અને રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી બાદમાં 25મીએ રાજકોટથી જ દિલ્હી જવા રવાના થનાર હોવાનું જાણવા મળે છે.
આગામી તા.22ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે દિલ્હીથી સીધા જ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી બાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ગોલ્ડન જયુબીલી કાર્યક્રમમાં હાજરી આપશે, બાદમાં તેઓ અમદાવાદથી સીધા હેલીકૉપટર મારફતે મહેસાણાના તરભ હેલિપેડ ખાતે પહોંચશે જ્યાંથી બપોરે વાળીનાથ મહાદેવ મંદિર થઇ વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
ત્યાર બાદ વડાપ્રધાન મહેસાણાથી સીધા જ અમદાવાદ હેલીકૉપટર મારફતે આવશે અને અમદાવાદ એરપોર્ટથી સુરત જવા રવાના થશે, સુરતથી નવસારી હેલીકૉપટર મારફતે રવાના થઇ સાંજે ચારથી પાંચેક વાગ્યાના અરસામાં નવસારી ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતે મુહૂર્ત કર્યા બાદ નવસારીથી કાકરપાળ એટોમિક પાવર પ્રોજેક્ટ પ્લાન્ટની મુલાકાત લઈ સુરત પહોંચી સુરત એરપોર્ટ ખાતેથી સીધા જ તેમના મતક્ષેત્ર વારાણસી ખાતે રવાના થશે બાદમાં તા.24ના રોજ દિલ્હીથી તેઓ સીધા જ ફરી જામનગર પહોંચી બે દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે.