ગુજરાત યુનિ.ના વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલ હુમલા માટે માત્ર નમાજ જ કારણભૂત નથી…વાંચો
ગુજરાત યુનિ.ના કુલપતિએ અન્ય કારણો દર્શાવ્યા
ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ પઢી રહેલા વિદેશના વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ એક અખબાર સાથે કરેલી વાતચીત દરમિયાન આપેલા નિવેદનોને કારણે વિવાદ થવાની સંભાવના છે.
તેમણે કહ્યું કે આ વિદ્યાર્થીઓ ઉપર હુમલની ઉશ્કેરણી માટે માત્ર નમાજ જ કારણભૂત નથી પણ અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે. તેમણે કહ્યું કે સ્થાનિક પરંપરા સંસ્કૃતિ અને પ્રથાના વિદેશી વિદ્યાર્થીઓના અજ્ઞાનને કારણે પણ આ ઘટના બની હોવાનું સંભવિત છે. તેમણે કહ્યું કે વિદેશી વિદ્યાર્થીઓ માંસાહારી ખોરાક થાય છે અને પછી વધેલો ખોરાક ફેંકી દે છે તે શાકાહારી સમાજમાં અસંતોષનું કારણ બને છે.
વાઈસ ચાન્સેલરે વિદેશી વિદ્યાર્થીઓને સ્થાનિક સંસ્કૃતિ અને પ્રથાઓ વિશે સંવેદનશીલ બનાવવા અને માર્ગદર્શન આપવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
આ અગાઉ તેમણે ધાર્મિક પ્રવૃત્તિઓ રૂમની અંદર જ કરવા દેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.તેમના આ નિવેદનો બાદ સોશિયલ મીડિયામાં,કુલપતિ આ હુમલાને ઉચિત ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની ટીકા થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે આ ઘટનાની ફરિયાદમાં એક પણ શિક્ષણ સંસ્થા સાથે ન જોડાયેલા લોકો દ્વારા પૂર્વ યોજિત કાવતરા દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.