પોલીસકર્મીને રિલ્સનું ઘેલું ચડ્યું !! પોલીસ સ્ટેશન બહાર જ ચાલુ ફરજ દરમિયાન બનાવી રિલ્સ, વિડીયો થયો વાયરલ
સોશિયલ મીડિયાનો ચસ્કો તો હવે પોલીસને પણ લાગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રિલ્સ જોવામાં અને રિલ્સ આજે લોકો કેટલા પાગલ છે એ તો સૌ કોઈને ખબર છે ત્યારે હવે પોલીસકર્મચારીને પણ રિલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે. ચાલુ ફરજ દરમિયાન પોલીસકર્મીઓ ભાન ભૂલ્યાં હોય તેમ ફિલ્મી સ્ટાઈલમાં રિલ્સ બનાવી હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે ફરજ દરમિયાન રિલ્સ બનાવનાર પોલીસકર્મી વિરુદ્ધ શું પગલાં લેવામાં આવે તે જોવાનું રહ્યું !!
મળતી વિગતો અનુસાર આ ઘટના બનાસકાંઠાના થરાદ પોલીસ સ્ટેશનની છે જ્યાં પોલીસ કર્મીએ ચાલુ ફરજ દરમિયાન યુનિફોર્મમાં ફિલ્મી સ્ટાઈલમાં રિલ્સ બનાવ્યા બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્રણ પોલીસ કર્મીએ ચાલું ફરજ દરમિયાન ખાકી વર્દીમાં રિલ્સ બનાવ્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કાયદાની વિરુદ્ધમાં રિલ્સ બનાવનાર લોકોને પોલીસ કાયદાનું ભાન કરાવતી હોય છે ત્યારે 2 કોન્સ્ટેબલ અને 1 TRB જવાન પોલીસ સ્ટેશનની બહાર જ રિલ્સ બનાવતા નજરે પડ્યા હતા
#બનાસકાંઠા #tharad
— Dinesh Chaudhary (@DineshVTVNews) March 25, 2025
થરાદમાં રિલ્સના રવાડે પોલીસકર્મી !
પોલીસ સ્ટેશન બહાર જ ચાલુ ફરજમાં ભાન ભૂલ્યા
3 પોલીસ જવાને બનાવી રિલ
ફિલ્મી સ્ટાઈલમાં બનાવેલી રિલ વાયરલ @dgpgujarat @SP_Banaskantha #tharad @ChaudhryShankar @CMOGuj @sanghaviharsh
વીડિયો સોર્સ – વાયરલ pic.twitter.com/ujSf0e2fNP
ચાલુ ફરજમાં ભાન ભૂલ્યા
2 કોન્સ્ટેબલ અને 1 TRB જવાનની રિલ્સ વાયરલ થયા બાદ પોલીસની કામગીરી સામે જ અનેક સવાલ ઉઠી રહ્યા છે. પોલીસ સ્ટેશનના કર્મીઓને રિલ્સ બનાવવાનો ભરપૂર ટાઈમ છે પરંતુ કાયદો અને વ્યવસ્થાનં પાલન કરવવામાં કેટલો રસ? કારણ કે, રક્ષક જ ભક્ષક બને તો રખેવાળી કોણ કરે તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે.