રાજકોટમાં પોલીસ હવે પરેડમાં ‘ગાપચી’ નહીં મારી શકે : બાયોમેટ્રિક પ્રેઝન્સ ફરજિયાત
સરકારી કચેરીઓમાં મહત્તમ વિભાગોમાં ડ્યુટીમાં આવાગમન સમયે બાયોમેટ્રિક મશીનમાં હાજરી પુરવી (થમ્બ ઈમ્પ્રેશન) આપવી ફરજીયાત છે. નહીં તો એપ્સન્ટ ગણાય. રાજકોટ શહેર પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ હવે પોલીસ કર્મચારીઓ માટે પરેડ માટે બાયોમેટ્રિક પ્રેઝન્ટ ફરજીયાત બનશે. પોલીસ હેડ ક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતેના રૂમ પૂર આ મશીન માટેની કામગીરી ચાલી રહી છે. રજિસ્ટ્રેશન ડેટા ફીડ સહિતનું કામ પૂર્ણ થયે થમ્બ ઈમ્પ્રેશનથી હાજરી પુરાશે, નહીં તો પરેડમાં ગેરહાજર થશે. સરવાળે “ગાપચી’ મારવી (પરેડમાં ન આવવું) કે ગોઠવણ કરવી (થતી હોય તો) શક્ય નહીં બને.

પોલીસ ફિઝિકલી ફીટ રહે તેમજ ડિસીપ્લીન સહિતની ગુણવત્તા અકબંધ રહે તે આશય સાથે અધિકારીઓથી લઈ કોસ્ટેબલ સુધીના કર્મચારીઓ માટે (કોઈ ખાસ કિસ્સા બાદ કરતા) પરેડ વર્ક આઉટ ડયુટીના એક ભાગરૂપ બની રહે છે. પરેડમાં જવું ફરજીયાત હોય છે. તમામ વિભાગે કર્મચારીઓની હાજરી બાબતે ડિજિટલ ટેકનોસેવી બન્યા છે. હવે રાજકોટમાં પોલીસ માટે પરેડ પણ મેન્યુઅલી પ્રેઝન્ટ (ચોપડે કાગળમાં હાજરી) ના બદલે અંગુઠા (થમ્બ ઈમ્પ્રેશ) કરે એટળે હાજરી પુરાઈ જાય અને પરેડ પુરી કરીને નીકળે ફરી બેટ્રિક મશીનમાં થમ્બ આપે એટલે આવ્યા અને નીકળ્યા બન્નેની હાજરી નીકળે. આ માટેપોલીસ હેડ ક્વાર્ટરમાં કાર્યવાહી ચાલી રહી છે. શહેર પોલીસના કર્મચારીઓનું બાયોમેટ્રિક મશીન માટે રજિસ્ટ્રેશન થમ્બ ઈમ્પ્રેશન સહિતની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે. ત્યારબાદ ચોપડે હાજરી પુરવામાંથી પરેડમાં આવનારા કર્મચારીઓને મુક્તિ મળશે.
બાયોમેટ્રિક પ્રેઝન્ટ પ્રોજેક્ટ અમલી બનવાથી અત્યાર સુધી જે ‘હોતી હૈ, ચલતી હૈ’ અથવા તો ‘મારી હાજરી પુરી નાખજો’ કે ગોઠવણ હોય તો ન આવ્યા હોય છતાં રજિસ્ટરમાં હાજરી પુરાઈ જતી હોય કે પછી જે તે કર્મચારી અગાઉ કે પછી સમય મળ્યે હાજરી પુરી લેતા હોય (જો આવું બધું ચાલતું હશે કે ચાલતું હોય તો ની વાત છે) તો આ બધું ‘ગાપચી’ સિસ્ટમ બંધ થઈ જશે.

ગોઠવણ કરતાં કે થતી હશે તો ગોઠવવાવાળા એ પણ ગોઠવી લેશે કે પરેડ સમયે આવીને બાયોમેટ્રિક હાજરી પુરીને નીકળી જાય. પરેડ ટાઈમ પુરો થયે ફરી આવીને હાજરી પુરી જાય. (જો કે આવું શક્ય નહીં બને) અને થઈ શકે તો પણ કદાચ અત્યારે આવું કહીને નીકળી જનારા હશે કે ઓનપેપર આવ્યાનું દર્શાવનારાઓ કોઈ હશે તો આવા મહાશયોએ પરેડના દિવસે બે વખત બેયોમેટ્રિક હાજરી માટે આવવું તો પડે જ અથવા તો અગાઉથી રજા મુકવી પડશે નહીં તો પરેડમાં ગુટલી મારનારાઓ સામે ખાતાકીય શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે.
રેગ્યુલર પરેડ કરનારાઓને નો-પ્રોબ્લેમ, ઘરે હાજર રહેનારાઓને જ ઉપાધી..!
નિયમ મુજબ આવતી રેગ્યુલર પરેડ કરનારાઓ માટે તો બાયોમેટ્રિક સિસ્ટમ ફાયદેમંદ રહેશે. તેમને તો કોઈ પ્રોબ્લેમ નથી પર ઉપાધિમાં એવા વ્યક્તિઓ હશે કે પરેડમાં ઘેરહાજર રહેતા હશે. (જો આવા કોઈ હોય તો) ન હોય અને ૧૦૦ ટકા બધા પરેડ કરતાં હોય તો બાયોમેટ્રિક મશીન કોઈના માટે ચિંતાનું કારણ નથી.
આ પણ વાંચો : રાજકોટના શીતલ પાર્ક પાસે 4.45 કરોડના ખર્ચે પાર્ટીપ્લોટ બનાવશે મનપા : વર-વધૂના રૂમ સહિતની સુવિધા અપાશે
મશીન શરમ નહીં ભરે… સ્વસ્થ રહો, મસ્ત રહો
બાયોમેટ્રિક પ્રેઝન્ટ મશીન કર્મચારીઓને વધુ સતર્ક અને સમયસૂચક બનાવી દેશે. કારણ કે મશીન તો કોઈનું ન રાખે જે સમયે આવવાનું હોય તે મુજબ પહોંચવું જ પડશે. ફિઝિકલ (ચોપડે) હાજરીમાં કદાચ ત્યાં હાજર કોઈ બે-પાંચ મિનિટ માટે શરમ ભરી શકે કે કોઈ એવા કારણો દર્શાવે તો લેટ ગો કરી શકે બાકી મશીન તો મશીન છે ન કોઈનું સાંભળે ન કોઈનું માને. આવા કારણોસર કર્મચારીઓ સમય અનુશાસનમાં વધુ સતર્ક બનશે. સરવાળે તો પરેડ પોલીસ કર્મીઓ માટે જ ફાયદેમંદ છે. શરીર કસાય કસરત થાય જેથી સ્વસ્થ રહો, મસ્ત રહોનો અહેસાસ થાય.