રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં PM મોદી આવે તેવી શકયતા: વડાપ્રધાનનાં હસ્તે ક્નવેન્શન સેન્ટરનું ભૂમિપૂજન થાય તેવી અટકળો
આગામી જાન્યુઆરી મહિનામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમીટ યોજાવા જઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમીટનું ઉદ્ઘાટન થવાની સંભાવનાઓને પગલે વાઇબ્રન્ટ સમિટ ની તારીખમાં ફેરફાર થાય તેવા નિર્દેશ છે. આગામી તારીખ 8 અને 9 જાન્યુઆરીના બદલે હવે તા.10-11-12 જાન્યુઆરીના રોજ રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છને કેન્દ્રમાં રાખીને વાઇબ્રન્ટ સમીટ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમીટનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે તેવી અટકળો છે. જો પી.એમ.મોદીનો કાર્યક્રમ નક્કી થશે તો આ સમીટ તા.10,11, અને 12 જાન્યુઆરીએ યોજાશે. વડાપ્રધાનના હસ્તે ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ માંગણી ક્નવેન્શન સેન્ટર જેનું ભૂમિ પૂજન કરવામાં આવે તેવી આશા છે. રાજકોટ ડીઆઇસીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સમીટની તારીખમાં બદલાવ આવ્યો છે, જે હવે તા.10 થી 12 જાન્યુઆરી યોજાશે.
તાજેતરમાં મારવાડી કોલેજમાં ઉદ્યોગખાતાનાં અગ્રસચિવ મમતા વર્મા, ઇન્ડસ્ટ્રીયલ કમિશનર ટી.સ્વરૂપ તેમજ સૌરાષ્ટ્રમાંથી વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસો.નાં હોદ્દેદારો હાજર રહ્યા છે.જેમાં ઔદ્યોગિક એસોસિએશન માટેથી વિવિધ સૂચનો અને અભિપ્રાયો માગવામાં આવ્યા છે.કચ્છ-સૌરાષ્ટ્ર પ્રદેશના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી દિશા આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજયોનલ સમીટ (VGRC) આગામી જાન્યુઆરીમાં રાજકોટ ખાતે ભવ્ય રીતે યોજાશે.
આ પણ વાંચો :બધી જગ્યાએ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની ઝંઝટ થશે ખતમ: સરકાર લાવી રહી છે નવો નિયમ,ડિજિટલ માધ્યમથી જ થશે વેરિફિકેશન
રાજ્ય સરકારની આગેવાની હેઠળ યોજાનારી આ સમીટનું મુખ્ય લક્ષ્ય પ્રદેશમાં રોકાણ, ઉદ્યોગો, MSME એમ.એસ.એમ.ઇ. કૃષિ-પ્રોસેિંસગ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં નવા અવસરો ઊભા કરવા છે. મળતી માહિતી પ્રમાણે, આ સમીટમાં જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને પ્રતિનિધિઓનો મોટી સંખ્યામાં હાજરી આપશે.સમીટ દરમિયાન MSME કોન્ક્લેવ, રિવર્સ બાયર-સેલર મીટ, ટ્રેડ-એક્સપો, સેક્ટર-વાઈઝ સેમિનાર જેવા પ્રદર્શન કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકાર દ્વારા ડિસેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાઓમાં સેમિનાર થશે જેને પગલે સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતો, તકો અને પડકારોની માહિતી પ્રતિનિધિઓ સુધી પહોંચાડી શકાય.
