પીએમ નરેન્દ્ર મોદી છોટાઉદેપુરના બોડેલીમાં 5206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. જેમાં શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 4505 કરોડના વિકાસ કાર્યો પણ સામેલ છે. 4505 કરોડના કાર્યોમાં 1426 કરોડના કામોનું લોકાર્પણ અને 3079 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
છોટાઉદેપુર આવતા જૂની યાદો તાજી થઈ : PM મોદી
PM મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે બોડેલી આવવાથી આજે જૂની યાદો તાજી થઈ છે. અહીંયા બધા કહે છે કે છોટાઉદેપુર જિલ્લો તો મોદી સાહેબે આપ્યો છે. આદિવાસી વિસ્તારો માટે યોજનાઓ બનાવી એનો આજે મને સંતોષ છે. વિકાસ માટે તમારા ઘર આંગણે સરકાર લાવી દીધી છે. તો ઓછી કિંમતમાં ગામડાઓને ઈન્ટરનેટની ભેટ મળી છે.
આ ઉપરાંત PM મોદીએ કહ્યું કે દેશની કરોડો બહેનો આજે લખપતિ દીદી બની ગઈ છે. કારણ કે આજે મારી પાસે ઘર નથી પણ મારા દેશની બહેનોને ઘર આપ્યા તેની ખુશી છે.