રાજકોટના અમીન માર્ગ સહિત 7 સ્થળે પ્લોટ વેંચાશે : જાણો કયા પ્લોટનું કરાશે વેચાણ અને શું છે અપસેટ પ્રાઇસ
રાજકોટ મહાપાલિકા દ્વારા બજેટમાં કરાયેલી જાહેરાતને પૂર્ણ કરવા તેમજ તળિયાઝાટક થઈ રહેલી તિજોરીને ફરી છલકાવી દેવા માટે સોનાની લગડી જેવા સાત પ્લોટનું વેચાણ કરવાનું આખરે ફાઈનલ કરી લેવામાં આવ્યું છે. આ પ્રમાણે તા.17 અને તા.19 જાન્યુઆરી એમ બે દિવસ દરમિયાન પ્લોટનું ઈ-ઑક્શન થકી વેચાણ કરવામાં આવશે. જે વિસ્તારમાં પ્લોટ વેચવાના છે તેમાં અમીન માર્ગ સહિતનો સમાવેશ થાય છે. સાતેય પ્લોટની અપસેટ
પ્રાઈસ 45000થી 2 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું. તંત્ર પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે 1648 ચોરસમીટરથી લઈ 5305 ચોરસમીટર સુધીના પ્લોટનું વેચાણ કરવામાં આવશે. એકંદરે સાતેય પ્લોટની કુલ કિંમત 360 કરોડ આસપાસ આંકવામાં આવી છે જેની સામે હરાજી બાદ તંત્રને 500 કરોડ રૂપિયા જેવી આવક થવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. ચાર પ્લોટનું તા.17 જાન્યુઆરીએ બપોરે 1થી ચાર દરમિયાન અને ત્રણ પ્લોટની તા.19 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી લઈ બપોરે 4 વાગ્યા સુધીમાં હરાજી કરવામાં આવશે. સૌથી મોંઘો પ્લોટ અમીન માર્ગ કોર્નરનો છે. 4669 ચોરસમીટરના આ પ્લોટની અપસેટ પ્રાઈસ બે લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
કયા પ્લોટનું કરાશે વેચાણ

આ પણ વાંચો :રાજકોટના જંગલેશ્વરમાં એક સાથે અનેક મકાન પર ફરી વળશે બૂલડોઝર : 80 કરોડની જમીન ઉપર 30 વર્ષથી ખડકાઈ ગયેલા રહેણાક-કોમર્શિયલ બાંધકામ કરાશે દૂર
2022માં નાનામવા પાસે 102 કરોડમાં પ્લોટ વેચાયો’તો, હજુ નિવેડો નથી આવ્યો
મહાપાલિકા દ્વારા ત્રણ વર્ષ પહેલાં એટલે કે 2022માં નાનામવા પાસે સોનાની લગડી જેવા પ્લોટનું હરાજી થકી વેચાણ કરવામાં આવ્યું હતું. આ પ્લોટના 102 કરોડ રૂપિયા ઉપજ્યા હતા પરંતુ પ્લોટ ખરીદનાર દ્વારા સમયસર પૈસાની ચૂકવણી કરવામાં ન આવતા તંત્ર દ્વારા 18 કરોડ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી જે મુદ્દો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.
