પોરબંદર હેલિકોપ્ટર દુર્ઘટના : પાઈલોટ સુધીર યાદવના ૧૦ મહિના પહેલા જ થયા હતા લગ્ન, પત્ની પટનામાં જજ
દુર્ઘટનાના એક દિવસ પહેલા સુધીર યાદવને મળ્યા બાદ પત્ની પ્રકાશા પટના પરત ફરી હતી.
પોરબંદર કોસ્ટગાર્ડના એરપોર્ટ ઉપર બનેલી દુર્ઘટનામાં મૃત્યુને ભેટનાર બે પાઈલોટ પૈકીના એક સુધીર યાદવ કાનપુરનો રહેવાસી હતા અને તેના લગ્ન હજુ દસ મહિના પહેલા જ થયા હતા. તેમની પત્ની પટનામાં જજ છે. સુધીર યાદવ નવા વર્ષ નિમિત્તે 1 જાન્યુઆરીએ કાનપુર સ્થિત પોતાના ઘરે આવ્યો હતો અને પટનાથી તેની પત્ની તેને મળવા કાનપુર આવી હતી. રજાઓ પૂરી થતા સુધીર યાદવ પોરબંદર આવ્યા અને તેમના પત્ની આવૃત્તિ યાદવ પટના પરત ફર્યા હતા. આ દુર્ઘટનાના અકસ્માતના સમાચાર મળતા જ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. પાઈલોટ સુધીરના મંગળવારે સરકારી સન્માન સાથે તેમના પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
સુધીર યાદવનો પરિવાર કાનપુરના શ્યામ નગર વિસ્તારમાં રહે છે. સુધીરના પિતા નવાબ સિંહ યાદવ સેનામાંથી નિવૃત્ત છે. સુધીરનો ભાઈ ધર્મેન્દ્ર એરફોર્સમાં છે. પરિવારના અન્ય સભ્યો પણ સેના સાથે જોડાયેલા છે.
પિતા નવાબ સિંહ યાદવ કહે છે કે આવા હેલિકોપ્ટર સતત અકસ્માતનો સામનો કરી રહ્યા છે. આમ છતાં આવા હેલિકોપ્ટરની સેવાઓ લેવામાં આવી રહી છે. પોરબંદર દુર્ઘટનામાં પાયલટ સુધીર યાદવ સિવાય કમાન્ડન્ટ સૌરભ અને નાવિક મનોજ મૃત્યુને ભેટ્યા હતા.