પોલીસ ભરતી : નવેમ્બરમાં શારીરિક કસોટી અને ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા
પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે કરી જાહેરાત
PSIની ભરતીમાં બે લેખિત પરીક્ષા લેવાશે,૪.૯૯ લાખ અરજી આવી
લોકરક્ષક દળ માટે ૧૧.૫ લાખ અરજી
ગુજરાત પોલીસમાં ભરતી થવા ઇચ્છનારા લોકો માટે મહત્વના સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે એવી જાહેરાત કરી છે કે, બીજા તબક્કાની અરજી કરવાની મુદ્દત પૂરી થઇ ગઈ છે અને હવે નવેમ્બરમાં શારીરિક કસોટી અને ડીસેમ્બરમાં લેખિતમાં પરીક્ષા લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, પી.એસ.આઈ. ની ભરતીમાં બે વખત લેખિતમાં પરીક્ષા લેવામાં આવશે. આ માટે કુલ ૪.૯૯ લાખ અરજી આવી છે જયારે લોકરક્ષક દળ માટે ૧૧.૫ લાખ અરજી આવી છે.
તેમણે કહ્યું હતું કે, પોલીસ ભરતીના બીજા તબક્કામાં 1.54 લાખ અરજીઓ મળી છે. 9 સપ્ટેમ્બર બીજા તબક્કાની અરજીનો અંતિમ દિવસ હતો. એપ્રિલ માસમાં લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી. જેમાં એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે ૪.૪૭ લાખ અને લોકરક્ષક માટે ૯.૭૦ લાખ અરજી આવી છે. તો બીજીવારમાં પીએસઆઈ ૫૧,૮૦૦ લોકરક્ષક ૧.૩૫ લાખ અરજી આવી છે.
તેમણે કહ્યું કે, નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે. પીએસઆઈમાં બે પેપર લેવામાં આવશે. પીએસઆઈની બે લેખિત પરીક્ષા લેવાશે. શારીરિક પરીક્ષા પછી તરત જ પીએસઆઈની લેખિત પરીક્ષા લેવાશે. પીએસઆઈ ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે.
તેમણે ઉમેદવારોને સલાહ આપતા કહ્યું હતું કે, ઉમેદવારોએ મહેનત કરીને પરીક્ષા પાસ કરવી જોઈએ અને ધુતારાઓથી દુર રહેવું જોઈએ. ગત વખતે કેટલાક લોકો લાલચમાં આવી ગયા હતા અને પોલીસે ધુતારાઓ સામે કાર્યવાહી કરી હતી. ઉમેદવારોને અપીલ છે કે આવી કોઈ લાલચમાં ન પડે.