હવે અમદાવાદ વિમાન દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવશે! બ્લેકબોક્સ અને DVR મળ્યા
અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું. . આ દરમિયાન તપાસ એજન્સીઓએ દુર્ઘટનાસ્થળ પર વિખરાયેલા વિમાનના કાટમાળમાંથી પુરાવા શોધવાનું શરુ કર્યું હતું જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. આ બોક્સથી પ્લેન દુર્ઘટના કયા કારણોસર થઈ તેનું કારણ સામે આવી શકશે. વિમાનના બ્લેક બોક્સને ટેકનિકલ ભાષામાં ફ્લાઇટ ડેટા રૅકોર્ડર કહેવામાં આવે છે. એ જ રીતે ગુજરાત એટીએસને વિમાનનું ડીવીઆર પણ મળી આવ્યું છે. હવે સઘન તપાસ બાદ સાચું કારણ બહાર આવી શકે છે.

બ્લેક બોક્સને ફ્લાઇટ ડેટા રૅકોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિમાન સંબંધિત મહત્ત્વપૂર્ણ ડેટા રૅકોર્ડ કરે છે. તેમાં ફ્લાઇટ ડેટા જેમ કે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનનો થ્રસ્ટ વગેરે અને કોકપિટ ઑડિયો (પાયલટની વાતચીત) રૅકોર્ડ થાય છે.

બ્લેક બોક્સમાં ખાસ પ્રકારના સ્પેશિયલાઇઝ્ડ રૅકોર્ડરનો ઉપયોગ થાય છે. આ રૅકોર્ડર ભીષણ દુર્ઘટનાની સ્થિતિમાં પણ નુકસાન ન થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. તેનું બહારનું કવચ એકદમ મજબૂત હોય છે. તે આગ, પાણી અને તીવ્ર પ્રભાવને સહન કરી શકે છે.
આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના : મૃતકોના પરિવારજનોને 1.54 કરોડનો વીમો મળશે
જ્યની એટીએસને અમદાવાદ વિમાન દુર્ઘટનાના કાટમાળમાંથી ડિજિટલ વીડિયો રૅકોર્ડર મળી આવ્યો છે. જે આ ભયાવહ દુર્ઘટનાની તપાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પુરાવો બની શકે છે. ડીવીઆર બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના કાટમાળની વચ્ચે હતું.