હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ માન્ય રહેશે નહીં! સરકારે લીધો મોટો નિર્ણય,આ 2 જ વસ્તુઓ રેશનકાર્ડથી મળશે
કોઈપણ સરકારી કામગીરી હોય અથવા તો સરનામામાં ફરફર કરવાનો હોય રેશનકાર્ડને અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવતો હતો. ઉપરાંત બેન્ક ખાતું ખોલવવા માટે પણ રેશનકાર્ડને અત્યંત જરૂરી માનવામાં આવતું હતું ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેની અસર દરેક લોકોને થશે.

ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો
ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડીને જણાવવામાં આવ્યું હતું કે હવે ઓળખ કે રહેઠાણ પુરાવા તરીકે રેશનકાર્ડ માન્ય રહેશે નહીં. રેશનકાર્ડને હવે દસ્તાવેજી પુરાવા તરીકે નહીં સ્વીકારવામાં આવશે નહીં. હવે રેશનકાર્ડથી ફક્ત અનાજ અને ગેસ કનેક્શન જ મળશે.
આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા વિરાટ કોહલી પહોંચ્યો ગુરુગ્રામ : મોટાભાઈ સાથે પ્રોપર્ટી સબંધિત કરી આ ચર્ચા
રેશનકાર્ડનો દુરુપયોગ અટકાવવાનો હેતુ
રેશનકાર્ડને અગાઉ સરકારી કામકાજ, બેંકિંગ, લાઇસન્સ, પાસપોર્ટ, મતદાર નોંધણી જેવા અન્ય દસ્તાવેજી પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા હતા અને નાગરિકો દ્વારા રજૂ પણ કરવામાં આવતા હતા ત્યારે હવે ગુજરાત સરકારના આ નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવું, મોબાઇલ સિમ કાર્ડ મેળવવું, કે સરકારી યોજનાઓનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રેશનકાર્ડ રજૂ કરી શકાશે નહીં. આ માટે નાગરિકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે. આ નિર્ણયનો હેતુ રેશનકાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ—ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનું મનાય છે.
આ પણ વાંચો :સોની વેપારીને મિત્રના મિત્રએ માર્યો 31.77 લાખનો ધૂંબો! રાજકોટમાં નોંધાઈ વધુ એક છેતરપિંડીની ઘટના, વાંચો શું છે મામલો
અન્ય માન્ય દસ્તાવેજો હવે રજૂ કરવાના રહેશે
રેશનકાર્ડનો દૂરઉપયોગ થતો અટકાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યસરકાર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે હવે તમે ઓળખ અને સરનામા પુરાવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળીનું બિલ, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. સરકાર દ્વારા આ નિર્ણય બાદ વિવિધ વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અરજી અથવા પ્રક્રિયામાં રેશનકાર્ડને પુરાવા તરીકે સ્વીકારશે નહીં. આ નિર્ણયને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય માનવાંમાં આવી રહ્યો છે. પરિપત્રમાં સ્પષ્ટપણએ કહેવામાં આવ્યું છે કે રેશનકાર્ડનો ઉપયોગ ફકત ગેસ તથા વાજબી ભાવની દુકાનેથી રાશન મેળવવા માટે જ કરવાનો છે. રેશનકાર્ડનો ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પૂરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહી.
