61 ટકા ખાંડનો ઉપયોગ થાય છે એટલે ડેરી પ્રોડક્ટ ગણાય: જીએસટી ઓથોરિટી બેન્ચનો ચુકાદો
હવે આઇસ્કીમ ખાવો મોંઘો પડશે.. આઇસ્ક્રીમ પર પાંચ ટકા નહીં પરંતુ 18% ના દરે જીએસટી વસુલાશે તેઓ જીએસટી સત્તા મંડળની બેંચે ચુકાદો આપ્યો છે. સોફટી આઇસ્ક્રીમમાં દૂધ કરતાં ખાંડનો વધારે પડતો ઉપયોગ થાય છે આ ઉપરાંત કલર અને ફ્લેવર જેવી સામગ્રી ઉમેરવામાં આવતી હોવાથી પ્રોડક્ટ કુદરતી ડેરી પ્રોડક્ટ રહેતી નથી આથી જીએસટી ઓથોરિટી એ આ ઉત્પાદન પર 18% ના દરે વસૂલાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
એક ખાનગી કંપની પોતાના વેનીલા આઈસ્ક્રીમના વર્ગીકરણ અંગે જીએસટી સત્તા મંડળમાં કેસ દાખલ કર્યો હતો જે અંગેની સુનાવણી બાદ ઓથોરિટી એ આદેશ કર્યો છે. આ કેસમાં જીએસટી ઓથોરિટી એ નિરીક્ષણ કર્યું હતું કે આ ઉત્પાદનમાં સૌથી વધુ પ્રમાણમાં એટલે કે 61% ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે દૂધ નો ઉપયોગ ૩૪ ટકા કરવામાં આવે છે.