લો બોલો! હવે રાજકોટમાં સીએટ કંપનીની નકલી ટ્યૂબ બનાવવાનું કારખાનું પકડાયુ
રાજ્યમાં ઘણું બધું નકલી-નકલી પકડાય છે જેમાં રાજકોટ શહેર પણ મોખરે રહે છે. હવે રાજકોટમાં સીએટ કંપનીની નકલી ટ્યૂબ બનાવવાનું કારખાનું પકડાયું છે. 11,31,500નો મદ્દામાલ થોરાળા પોલીસે કબજે કરી કારખાનેદાર સહિતનાની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : તારો પતિ દારૂ પીવાની ટેવવાળો છે એટલે…ભાભીને લગ્નની લાલચ આપી પતિના માસિયાઇ ભાઇએ જ ગુજાર્યું દુષ્કર્મ
આજી વસાહતમાં મીરા ઉદ્યોગમાં રોયલ રબ્બર નામે ચાલતા કારખાનામાં સીએટ કંપનીની નકલી ટ્યૂબ બનતી હોવાની કંપનીના અધિકારી હરિયાણા સોનીપતના આર્યનગરમાં રહેતા સુશીલકુમાર રમેશકુમાર ચૌહાણને માહિતી મળી હતી. જે આધારે થોરાળા પોલીસને સાથે રાખીને કારખાના પર દરોડો પડાયો હતો.
આ પણ વાંચો : બોક્સ ક્રિકેટ 400, સ્નૂકર 100 રૂપિયા…રાજકોટના કેકેવી બ્રિજ નીચેનો ગેમઝોન જન્માષ્ટમી પહેલા થશે શરૂ
જ્યાં પોલીસે તપાસ કરતા ટુ-વ્હીલરની કંપનીની નકલી ટ્યૂબનું ઉત્પાદન થતું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે 1650 નંગ તૈયાર ટ્યૂબ ઉપરાંત ટ્યૂબને પેક કરવા માટેની ઓટો કેર પાવર કંપની લખેલી પ્લાસ્ટિકની બેગનો મોટો જથ્થો ૨૩ કોથળા મળી આવ્યા હતા. આવી 2700 બેગ ઉપરાંત તૈયાર ટ્યૂબો અને ટ્યૂબો બનાવવા માટેની ડાયઝ સહિત મળી 11,31,500નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો.