શા માટે ઘેરહાજર હતા ?? જામનગરમાં PM મોદીના VVIP બંદોબસ્તમાં ગેરહાજર રહેનાર 62 હોમગાર્ડ જવાનોને નોટિસ
વડાપ્રધાન મોદી થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદી જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા ત્યારે વડાપ્રધાનના આગમનને પગલે તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની હોય છે અને તેના માટે અગાઉથી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવતો હોય છે ત્યારે આજે ફ્કત નામ માટે નોકરીમાં રહેતા લોકો પર તવાઈ બોલાવવામાં આવી છે. પ્રધાનમંત્રીના વીવીઆઈપી બંદોબસ્ત દરમિયાન ગેરહાજર રહેલા હોમગાર્ડને બરતરફ કરવાની નોટિસ આપવામાં આવી છે.
જામનગરમાં વડાપ્રધાન મોદી 1 માર્ચના રોજ જામનગરમાં આવ્યા હતા અને સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારે PMનાં બંધોબસ્તમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 300 હોમગાર્ડ જવાનોને ફરજમાં મુકાયા હતા ત્યારે પોલીસ અધિકારીઓનાં ચેકિંગ દરમિયાન જુદા જુદા ફરજના પોઈન્ટ ઉપર કુલ 62 હોમગાર્ડ જવાનો ગેરહાજર હોવાનો રિપોર્ટ આવ્યો સામે આવ્યો હતો જે બાદ જિલ્લા કમાન્ડન્ટ દ્વારા હોમગાર્ડ જવાનોને બરતરફ કરવાનું પગલું ભરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદી જ્યારે જામનગરની મુલાકાતે આવ્યા હતા ત્યારે 62 હોમગાર્ડ જવાનો શા માટે ગેરહાજર રહ્યા હતા એ અનુસંધાને તમામ પાસે ખુલાસો માંગી શા માટે તેઓને દળ માંથી બરતરફ ન કરવા એ અંગે નોટિસ પાઠવવામાં આવી છે. સભ્યોનાં ખુલાસાઓ આવ્યા બાદ તે યોગ્ય નહીં જણાય તો એવાં હોમગાર્ડ જવાનોને બરતરફ કરવામાં આવશે તેવું નોટિસમાં જણાવવામાં આવ્યું હતું.
