કોંગ્રેસરાજમાં ટેકાના ભાવે એક મણ મગફળી નથી ખરીદાઈ : ભાજપ સરકારને સુફિયાણી સલાહ આપતી કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવતા ગોવિંદભાઇ પટેલ
ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ કોંગ્રેસ મેદાનમાં આવી છે ત્યારે ભાજપના પૂર્વ રાજ્ય મંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જેને પોતાના શાશન કાળ દરમ્યાન એક મણ પણ મગફળી ટેકાના ભાવથી ખરીદી નથી તેવા કોગ્રેસી મિત્રો ભાજપ સરકારે શું કરવું જોઈએ તેની સુફીયાણી સલાહ આપી રહ્યા છે.
ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, સંપૂર્ણ કુદરત આધારિત અને સૌથી જોખમી વ્યવસાય કરતો ખેડૂત સમુદાય છે જેને ઉપર આભ અને નીચે ધરતી છે છતાં જોખમ ઉઠાવીને ધરતીનું પેટ ચીરીને લોકોનો જઠરાગની ઠારે છે. ડૂંગળી વાવી હોય ત્યારે ભાવ પોષાય તેમ હોય અને માલ જ્યારે માર્કેટમાં આવે ત્યારે પાણીના મૂલે વેચાતી હોય છે અને કુદરતી આફતના કારણે પાક બગડે તો ડુંગળીના ભાવ આસમાનને આંબી જાય છે ત્યારે આજ કોંગ્રેસના મિત્રો ડુંગળી ની રેંકડી લઈને રાહત ભાવે ડુંગળી વેચીને ખેડૂતોનો વિરોધ કરતા હોય છે. ચાલુ સાલ મગફળીનો બમ્પર પાક ઉતરે તેમ હતો. પરંતુ મગફળીના પાથરા ઉપર ત્રણ ત્રણ દિવસ વરસાદ પડ્યો અને પાક બગડ્યો તો તેલના ભાવમાં ડબ્બો થોડા ઊંચા ગયા તો કહેવામાં આવ્યું કે તેલના ભાવ ડબે ૫૦ રૂપિયા વધી ગયા, તેલના ભાવની તુલના કરી પરંતુ જે ખેડૂતોનો માલ પલળી ગયો તેનો વર્ષ કેવું જશે તેનો ખ્યાલ કોઈને આવે છે ખરો ?
આ પણ વાંચો :વિધાર્થીઓ ઠંડીમાં ઠૂંઠવાય એ પૂર્વે સ્વેટર-જેકેટ માટે ગાઈડલાઇન જાહેર કરો: વાલીમંડળ દ્વારા શિક્ષણ વિભાગને રજુઆત
આવી દરેક બાબતોનો ખ્યાલ રાખીને ખેડૂત ભાંગી ન પડે તે માટે ભાજપ સરકાર ખેડૂતોની સતત ચિંતા કરતી હોવાનું અને કરોડો રૂપિયાનું નુકસાન કરીને ખેડૂતને બચાવવા પ્રયાસ કરે છે. વધુમાં ગોવીંદભાઈએ ઉમેર્યું હતું કે, 45 વર્ષની ઉંમરની વ્યક્તિએ કોંગ્રેસનું શાસન અનુભવ્યું નથી તેથી તેને કોંગ્રેસ ભાજપ સરકારની તુલના સમજી ન શકે તે સ્વાભાવિક છે. અંતમાં તેમને જણાવ્યું હતું કે, બીજાનો વાંક કે દોષ જોવાને બદલે કોંગ્રેસે પોતે પોતાના શાસનમાં ખેડૂતનું શું હિત કર્યું તે બાબતે નજર કરીને જુએ તેમ ઉમેર્યું હતું.
