જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઈને વિરોધ કરવામાં નહીં આવે : ક્ષત્રિય સમાજ
આજથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પ્રચારનો મોરચો સંભાળવાના છે. નરેન્દ્ર મોદી બુધવાર અને ગુરુવાર એમ બે દિવસમાં કુલ છ જાહેરસભાને સંબોધવાના છે. તેમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા મોટાભાગની બેઠકોને આવરી લેશે. 1 મે અને બુધવારે વડાપ્રધાન ડીસા અને હિંમતનગરમાં જાહેરસભાને સંબોધશે જયારે 2જી મે અને ગુરુવારે સવારે આણંદ અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જુનાગઢ અને છેલ્લે જામનગરમાં જાહેરસભા સંબોધશે.ત્યારે જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું,
જામનગરમાં આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં સંકલન સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવતીકાલે વડાપ્રધાનના આગમનને લઈને કોઈ પણ જગ્યાએ વિરોધ કરવામાં નહીં આવે.. ઉલલખનિય છે કે રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા પણ પૂનમ માડમના પ્રચાર ઝુંબેશમાં વિરોધ થયો હતો ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના આગમનને લઈને કોઈ પણ જગ્યાએ વિરોધ કરવામાં નહીં આવે તેવું ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના આગેવાને જણાવ્યું હતું.
સંકલન સમિતિના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન એ જામનગરના મહેમાન છે તેની મહેમાનગતિ કરવામાં આવશે એક દિવસ માટે ક્ષત્રિય સમાજ દ્વારા કોઈપણ પ્રકારનો વિરોધ કરવામાં આવશે નહીં તેમજ આગામી ત્રણ તારીખના રોજ ખીજડીયા બાયપાસ પાસે ક્ષત્રિય સમાજ દ્વારા મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 15000 થી પણ વધુ ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે.