આટકોટમાં 6 વર્ષની માસૂમ સાથે નિર્ભયા જેવી બર્બરતા : દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો
રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જસદણના આટકોટમાં ચકચાર મચાવતી નિર્ભયા જેવી ઘટના સામે આવી છે જેમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડતા હાલ બાળકીની હાલત નાજુક છે. બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા 3 સંતાનના પિતા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર આ ઘટના જસદણના આટકોટમાં બની છે જ્યાં એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આરોપીએ નજર બગાડીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ પરિવાર પેટિયું રળવા માટે દાહોદથી આટકોટ આવેલો ત્યારે માતા-પિતા ખેતરમાં કામ કરવા ગયા હોય અને દીકરીને રમતી જોઈને આરોપી દ્વારા કુકર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે સફળ ન થતા નરાધમે બાળકી સાથે બર્બરતાભર્યું કૃત્ય આચર્યું હતું. માસૂમના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો હતો. આ ઘટના બાદ બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી.
ગત 4 તારીખે પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે આરોપીએ વાડીમાં રમતી બાળકી પર નજર બગડી હતી અને મોઢું દબાવીને દુષ્કર્મ આચારવાનો પ્રયાસ કર્યો હતો જોકે બાળકીએ બૂમાબૂમ કરી દેતા બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડીને તેને લોહીલુહાણ હાલતમાં કણસતી મૂકીને નાસી છૂટ્યો હતો. ત્યારે પરિવાર દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવતા નજીકમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે.
આ પણ વાંચો :આઇ-વે પ્રોજેકટનો ઇ-ચલણમાં ભગો? ફોટોમાં એકટીવા ચાલક યુવતી, મેમો નીકળ્યો જ્યુપીટરના માલિકનો
પોલીસ દ્વારા આ મામલે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીને પકડી પાડવા માટે 100 જેટલા શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે માતા-પિતા ખેતરમાં કામ કરતા હતા અને દીકરી વાડીમાં રમતી હતી, ત્યારે નરાધમ બાળકીને ઉઠાવી ગયો અને હવસનો શિકાર બનાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપી પણ અહીં આટકોટમાં ભાગીયા તરીકે કામ કરે છે. આરોપી પરણિત છે અને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
