Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ એઇમ્સમાં નવજાત બાળકો માટે NICU યુનિટ શરૂ : અધૂરા માસે જન્મેલા-નવજાત શિશુઓને ઘરઆંગણે મળશે આધુનિક સારવાર

Tue, July 8 2025

રાજકોટ એઇમ્સમાં વિશ્વ કક્ષાની નવજાત શિશુ સંભાળ માટે એનઆઈસીયુ શરૂ થઇ છે. અધૂરા માસે જન્મેલા બાળકો તેમજ જન્મતા સાથે જ અલગ-અલગ બીમારીમાં સપડાયેલા બાળકો માટે નિયોનેટોલોજિસ્ટ ડૉ. વિમેશ પરમારની ટીમ દ્વારા વેન્ટિલેટર, કમળાની સારવાર અને કાંગારૂ મધર કેર ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી છે અને NICU શરૂ થતાની સાથે જ અધૂરા માસે જન્મેલા બે બાળકોને સઘન સારવાર બાદ નવજીવન આપવામાં આવ્યું છે.

એઇમ્સ રાજકોટ ખાતે એક અત્યાધુનિક નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) ની સફળતાપૂર્વક સ્થાપના અને કાર્યરત કર્યું છે. જેનો લાભ રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના રહેવાસીઓને મળશે. તાજેતરમાં એઇમ્સ રાજકોટના એક ફેકલ્ટી દંપતીને ગર્ભાવસ્થાના માત્ર સાડા સાતમા મહિનામાં જ ઇમરજન્સી સિઝેરિયન ઓપરેશન કરાવવું પડ્યું. તેના જોડિયા બાળકો સમય પહેલા જન્મ્યા હતા, તેમનું વજન ખૂબ ઓછું હતું અને ફેફસાંની બીમારીની સમસ્યા હતી. આ નવજાત શિશુઓને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ આપી બે મહિના સુધી, તેમને સઘન સંભાળ આપવામાં આવતા હાલમાં આ બન્ને બાળકો સ્વસ્થ છે, તેમનું વજન સતત વધી રહ્યું છે અને ટૂંક સમયમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

એઇમ્સ રાજકોટ ખાતે NICUમાં નવજાત બાળકો માટે વેન્ટિલેટર, કમળાની સારવાર માટે ફોટોથેરાપી યુનિટ, ઓછા વજનવાળા બાળકો માટે કાંગારૂ મધર કેર અને અદ્યતન રિસુસિટેશન અને મોનિટરિંગ સિસ્ટમ્સ સુવિધાથી સજ્જ છે. આ બધી સેવાઓ હવે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ છે,  હાલમાં એઇમ્સ રાજકોટ ખાતે જોધપુરમાંથી તાલીમ પામેલા નિયોનેટોલોજિસ્ટ ડૉ. વિમેશ પરમારની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ એઇમ્સમાં તાલીમ પામેલ પ્રશિક્ષિત નર્સિંગ ટીમ ચોવીસ કલાક સમર્પિત સેવા પૂરી પાડી રહી છે.

આ પણ વાંચો : રાજકોટવાસીઓને હૃદય રોગની સારવાર હવે ઘર આંગણે મળશે: સિવિલ હોસ્પિટલમાં ઓ.પી.ડી સેવાનો પ્રારંભ

એઇમ્સ રાજકોટ ખાતે નવજાત બાળકો માટે NICU સુવિધા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો. જી.ડી. પુરી તેમજ ડેપ્યુટી ડિરેક્ટર (વહીવટ) લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શક્ય બની છે. તેમનો સતત સહયોગ, વ્યૂહાત્મક આયોજન અને ભારત અને વિદેશમાંથી અત્યાધુનિક સાધનોની ખરીદીને કારણે એઇમ્સ રાજકોટમાં નવજાત શિશુઓની સંભાળ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ પહોંચી છે.પ્રો. પુરીએ જણાવ્યું હતું કે, “એઈમ્સ રાજકોટ જીવનના પહેલા શ્વાસથી જ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

Share Article

Other Articles

Previous

દર્શકોના દિલ પર રાજ કરવા ફરી આવી તુલસી : ક્યોંકી સાસ ભી કભી બહુ થી’નો ફર્સ્ટ લૂક રિલીઝ, આ શોને આપશે ટક્કર

Next

રાજકોટમાં કાયમી DEO વગર વહીવટ ખાડે : શિક્ષણકાર્ય ઠપ્પ કરી દેવા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનું અલ્ટીમેટમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
નૌકાદળમાં શામેલ થયું પહેલું સ્વદેશી ‘INS નિસ્તાર’ : અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા જહાજની તાકાત જાણીને દુશ્મનો થરથર ધ્રુજશે
5 કલાક પહેલા
ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની વિવાદમાં સપડાઈ : હત્યાના પ્રયાસ મામલે હસીન જહાં પર કેસ દાખલ, પુત્રીનું નામ પણ સામેલ
6 કલાક પહેલા
‘મમ્મી, મારી બોડી ઘરે આવે ત્યારે ગળે લગાડી લેજો’ 28 લાખનું દેણું થઈ જતાં ખાંભામાં યુવતીએ જિંદગી ટૂંકાવી
6 કલાક પહેલા
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની ફરિયાદ માટે 24 કલાક ઈમરજન્સી કંટ્રોલરૂમ કાર્યરત
7 કલાક પહેલા
Categories

નેશનલ

2267 Posts

Related Posts

રાજકોટ : મહિલાને ઠોકરે ચડાવી મોત નિપજાવનાર BRTS બસના ચાલક સામે ગુનો નોંધી ધરપકડ
ક્રાઇમ
10 મહિના પહેલા
શેરબજારમાં જોરદાર તેજી : સેન્સેક્સ 941 પોઈન્ટનાં ઉછાળા સાથે થયો બંધ
બિઝનેસ
1 વર્ષ પહેલા
એસ્મા ! રાજકોટ જિલ્લાના 219 આરોગ્ય કર્મચારીઓને છુટા કરવા આદેશ
રાજકોટ
4 મહિના પહેલા
મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા: નરેન્દ્ર મોદી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર