અત્યારે ૬૫ સેન્ટર કાર્યરત જેમાં ૧૫નો ઉમેરો: મહિલા-બાળ વિકાસ વિભાગ માટે બજેટમાં ૬૮૮૫ કરોડ ફાળવતી સરકાર
રાજ્યમાં ઘરેલું હિંસા, જાતિય સતામણીના બનાવોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો હોય તેમાં ઘટાડો લાવવા તેમજ ભોગ બનેલી મહિલાનેસધીયારો’ મળી રહે તે માટે રાજ્યમાં ૬૫ જેટલા સેન્ટર કાર્યરત છે જેમાં ૧૫ સેન્ટરનો વધારો કરવા માટે સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત સરકારે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ૬૮૮૫ કરોડની નોંધપાત્ર જોગવાઈ બજેટમાં જાહેર કરી છે.
મહિલા-બાળકો માટે બજેટમાં શું શું જોગવાઈ ?
- વિધવાને દર મહિને રોકડ રકમ ચૂકવવા ૨૩૬૩ કરોડ
- આંગણવાડીના બાળકોને ગરમ નાસ્તો-ભોજન, કિશોરીઓ, સગર્ભા-ધાત્રી માટેને કરિયાણું પૂરું પાડવા ૮૭૮ કરોડ
- પૂર્ણા યોજના હેઠળ ઘરબેઠા કરિયાણું મળી રહે તે માટે ૩૪૪ કરોડ
- સગર્ભા-ધાત્રી માતાને ૧૦૦૦ દિ’ સુધી દર મહિને ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ, ૧ લીટર તેલ આપવા ૩૨૨ કરોડ
- વ્હાલી દીકરી યોજના માટે ૨૫૨ કરોડ
- આંગણવાડીના વિકાસ માટે ૨૦૦ કરોડ
- બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફ્લેવર્ડ ફોર્ટિફાઈડ દૂધ મળી રહે તે માટે ૧૩૨ કરોડ
- સગર્ભા-ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા ૧૨૯ કરોડ
