કલ્પના પણ ન હતી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આવી છવાઈ જશે: વિકટર 303ની સ્ટારકાસ્ટ
“વોઇસ ઓફ ડે”ના ખાસ મહેમાન બનતાં જગજીતસિંહ વાઢેર,અંજલિ બારોટ,ચેતન ઘાનાણી, અલીશા પ્રજાપતિ
અડધી રાત્રે થેપલાં અને ચાની મોજ રાજકોટમાં જ મળે,રાજકોટવાસીઓનો પ્રેમ જોઈ હૃદય ભીંજાઈ ગયું..
આવી કલ્પના પણ ન હતી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે આવો ઝળહળતો દોર આવશે,હજુ તો શરૂઆત છે આગામી 10 વર્ષ પછી તો આસમાનની ઉંચાઈએ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હશે….વર્ષ 2025માં ધમાકેદાર અને ફૂલ એન્ટરટેઇનમેન્ટ સાથે આવી રહેલી ફિલ્મ “વિકટર 303″ના સ્ટાર કાસ્ટએ આવી લાગણી “વોઇસ ઓફ ડે”નાં માદયમથી વ્યક્ત કરી હતી.
વોઇસ ઓફ ડેના ખાસ મહેમાન બનેલાં કલાકારો જગજીતસિંહ વાઢેર,અંજલી બારોટ,ચેતન ધાનાણી, અલીશા પ્રજાપતિએ 3 જાન્યુઆરીએ ગુજરાતમાં વિવિધ થનારી ગુજરાતી ફિલ્મ વિકટર 303 ના વિષય અને ફિલ્મના શૂટિંગ દરમિયાનની યાદગાર પરને વાગોળી હતી.
ખાસ કરીને રંગીલા અને મોજીલા રાજકોટ અને રાજકોટના લોકોનું પોતીકાપણું આ કલાકારોના હૃદયને સ્પર્શી ગયું અને થેપલા, ચા,ઘૂઘરા,દાલ-પકવાનનો સ્વાદ દાઢે વળગી ગયો હોવાનું જણાવતા કહ્યું કે,રાજકોટવાસીઓ લાઈફ જોઈ જીવનમાં કંઈ ના ઘટે તેવી અનુભુતિ થાય છે.
આ બધા જ કલાકારો અનેક ગુજરાતી સુપર ડુપર હિટ ફિલ્મોમાં અભિનય આપી ચૂક્યા છે જેમાં જગજીતસિંહ વાઢેર સમુંદર, અંજલી બારોટ હર્ષદ મહેતાની સ્કેમ 1992,અલીશા પ્રજાપતિ ઉડન છૂ તો ચેતન ઘાનાણી લોચા લાપસી જેવી હિટ ફિલ્મોમાં ચમકી ચુક્યા છે. આ કલાકારો જણાવ્યું હતું કે હવે ગુજરાતી ફિલ્મનો નવો દોર શરૂ થયો છે.
સ્ટુડિયો માંથી હવે આઉટડોર શૂટિંગ સાથે એક થી એક નવા ચડિયાતા વિષય સાથે ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને જે આજકાલની જનરેશનને પણ પસંદ પડી રહે છે. ગુજરાતી ફિલ્મ વિક્ટર 303 ત્રણ જાન્યુઆરીએ ગુજરાતના સિનેમાઘરમાં રિલીઝ થશે. અત્યારે ફિલ્મની ટીમ રાજકોટમાં પ્રમોશન માટે આવી હતી જ્યાં જબરદસ્ત પ્રતિસાદ મળતા આ ફિલ્મ સુપરહિટ ક્લબમાં પણ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.