- રક્ષાબંધન અને ભાભીના શ્રીમંતમાં પત્ની રાજકોટ આવ્યા ત્યારે દવાનો ઓવર ડોઝ લઇ જીવન ટૂંકાવી લીધું : પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી
- 15 દિવસ પૂર્વે જ અમેરિકાથી અભ્યાસ પૂર્ણ કરી પરત દિલ્હી ફર્યા હતા
વોઇસ ઓફ ડે રાજકોટ
મૂળ રાજકોટના અને હાલ દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના 34 વર્ષીય ન્યુરો સર્જન ડો. રાજ ઘોણિયા રવિવારે દિલ્હીના ગૌતમનગર વિસ્તારમાં તેમના નિવાસ સ્થાને મૃત હાલતમાં મળ્યા હતા. જેથી આ મામલે પોલીસ તપાસમાં તબીબ રાજ ઘોણિયાએ વધુ પડતી દવા પી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં આપઘાત પાછળ કોઈ જવાબદાર ન હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.તેમના પત્ની રાજકોટ રક્ષાબંધન અને ભાભીના શ્રીમંતમાં રાજકોટ આવ્યા ત્યારે તેઓએ આ પગલું ભર્યું હતું.
બનાવની વિગતો મુજબ રાજકોટમાં રાજનગર ચોકમાં આવેલી ત્રિપદા સોસાયટીમાં રહેતા અને દૂરદર્શનના કર્મચારી મનસુખભાઈ ઘોણિયાના 34 વર્ષીય પુત્ર ન્યુરો સર્જન ડો.રાજ ઘોણિયાએ દિલ્હીમાં ગૌતમનગર વિસ્તારમાં આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. ડો. રાજ ધોણીયા (ઉ.24)ના લગ્ન રાજકોટની ડો.રજની ઉર્ફે રીના સાથે થયા હતાં. ડો.રજની ઉર્ફે રીના કે જે દિલ્હીની ગંગારામ હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે. જ્યારે રાજ ધોણીયા 15 દિવસ પૂર્વે જ અમેરિકાથી પોતાનું મેડીકલનો અભ્યાસ પૂર્ણ કરી અને દિલ્હી એઈમ્સમાં ન્યુરો સર્જન તરીકે જોડાયા હતાં. ડો.રાજ અને ડો.રજની ઉર્ફે રીના બન્ને દિલ્હીના ગૌતમનગર વિસ્તારમાં એક ફલેટમાં રહેતાં હતાં. ડો.રીના અને ડો.રીના વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.જેથી રક્ષાબંધન તેમજ ભાભીના શ્રીમંતમાં હાજરી આપવા માટે રીના દિલ્હીથી રાજકોટ ખાતે પોતાના માવતરે આવી હતી.
પત્ની રીનાએ પોતાના પતિ રાજનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેણે ફોન ઉપાડયા ન હતાં. જેથી રીનાએ ગૌતમનગરના તેના ફલેટના બીજા માળે રહેતા ડો.આકાંક્ષાને ફોન કરી જાણ કરતાં તેઓ ફલેટે જઈ તપાસ કરતાં રાજ મૃત હાલતમાં મળી આવ્યો હતો.આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે મૃતદેહની પ્રાથમિક તપાસ કરતાં ડો.રાજે ઇન્જેક્શન વડે દવાનો ઓવર ડોઝ લઈ આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું હતું. અને પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. બાદ તેના મૃતદહેને રાજકોટ તેના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. અને અંતિમક્રિયા કરવામાં આવી હતી. મૃતક ડો.રાજ એ એક બહેનમાં મોટા હતા
ડો.રાજના પત્ની રીના પણ તબીબ : લગ્નને 7 વર્ષ થયા’તા
આ મામલે તપાસ કરતાં જણાવ મળ્યું હતું કે,આપઘાત કરનાર ડો.રાજના પત્ની રીના પણ તબીબ છે. અને તેઓ બંને દિલ્હીમાં સાથે રહી ત્યાં ફરજ બજાવતા હતા. અને તેમના લગ્ન 7 વર્ષ પૂર્વે થયા હોવાનું જાણવા મળ્યું હતું.જેથી હાલ આપઘાત પાછળ શુ કારણ છે તે શોધવા પોલીસ તપાસ કરી રહી છે.
હું મારી પોતાની મરજીથી આપઘાત કરું છું: ડો.રાજે સ્યુસાઈડ નોટમાં લખ્યું
મુળ રાજકોટનાં અને દિલ્હીના ગૌતમનગરમાં રહેતા અને થોડા સમય પૂર્વે જ અમેરિકાથી અભ્યાસ કરીને દિલ્હી એઈમ્સમાં ન્યુરો સર્જન તરીકે જોડાયેલા ડો.રાજ ધોણીયાના આપઘાત બાદ પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે લખ્યું છે કે ‘આ મારી પોતાની ઈચ્છા છે, હું આ માટે કોઈને દોષ આપતો નથી, એમાં કોઈનો વાંક નથી, કૃપા કરીને કોઈને હેરાન કરતાં નહીં,’ આ મામલે પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરીને જરૂરી કાર્યવાહી કરી છે.
