મોગલ મા સપનામાં આવ્યા અને…સાવરકુંડલાના મોલડી ગામે ચાર વર્ષથી ચાલતી ભૂઈની ધતિંગલીલાનો પર્દાફાશ
સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે છેલ્લા ચાર વર્ષથી ઘરમાં મામાદેવ-માતાજીનો મઢ બનાવી ગોરખધંધા કરતી ભૂઈ ક્રિશ્ના નયનભાઈ પરમારનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી 1266મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભૂઈનો સ્વપનકાંડ, મામાદેવની હાજરી બોગસ સાબિત કરતા ભૂઈએ કાયમી પાખંડ બંધની જાહેરાત કરી લોકોની માફી માંગી લીધી હતી.

મોલડી ગામે ભૂઈ ક્રિશ્નાએ પોતાને રાત્રે સ્વપનમાં મોગલ માતાજી આવ્યા અને પ્રમાણ આપતા ઘરનું ઝાડ ફાટતા મોગલમાંનું સ્વયંભૂ પ્રાગ્ટય થયું. હોમ-હવન કરી ઘરમાં મઢની સ્થાપના કરી ભૂઈને નાનપણથી શરીરમાં મામાદેવ આવતા તેની પણ સ્થાપના કરવામાં આવી. છેલ્લા ચાર વર્ષથી લોકોના દુખ-દર્દ, જોવાનું, સંતાન આપવાનું, બાધા-ટેક આપવાનું, નડતર દૂર કરવાની વિધિ-વિધાન શરૂ કર્યું. આસપાસના લોકો જોવડાવવા દર્શને આવવા લાગ્યા. સુરતથી માનતા ઉતારવા, ઘરને સાર્વજનિક બનાવી દીધું. શિક્ષિત પરિવારોને લપેટમાં લઈ લીધા. સ્વપનકાંડની ડિડકલીલા ભૂઈની સફળ થઈ ગઈ હતી. ભૂઈનો પ્રકોપ વધતા સમગ્ર મામલો વિજ્ઞાન જાથાના કાર્યાલયે પહોંચ્યો હતો. જાથાના રાજકોટ સ્થિત કાર્યાલયે પીડિત પરિવારે ભૂઈના પર્દાફાશ માટે જરૂરી આધાર-પુરાવા રજૂ કરી ક્રિશ્નાભૂઈના ધતિંગ બંધ કરવા સંબંધી માહિતી આપી.

જાથાના ચેરમેન જયંત પંડયાએ પો.ઈન્સ. પી. એલ. ચૌધરીને રૂબરૂ મળી ભૂઈના પર્દાફાશની હકિકત આપી તેમણે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, એ.એસ.પી. સાથે વાતચીત કરી લીધી. સમગ્ર પર્દાફાશનું આધાર રાખવાની વાત મુકી હતી. પોલીસ કાફલા સહિત ટીમ મોલડી ગામે ભૂઈના ઘરે પહોંચી ગયા.

ભૂઈ ક્રિશ્નાબેનને પો.ઈન્સ. પી. એલ. ચૌધરી પાસે રજૂ કરવામાં આવ્યા. ભૂઈમા બોલી શકતા ન હતા. જાથાએ મદદ કરવી પડી હતી. અટકાયતી પગલા સંબંધી વાત કરવામાં આવી હતી.