અમદાવાદમાં મચ્છરજન્ય રોગનો રાફડો ફાટ્યો
સોલા સિવિલમાં એક જ સપ્તાહમાં વાઇરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુના કેસમાં વધારો
અમદાવાદ શહેરમાં ગત એક સપ્તાહ દરમિયાન મેઘરાજાએ માજા મુકી હતી ત્યારે વરસાદ બંધ થયા બાદ વરસાદી પાણી ભરાઇ જવાને કારણે મચ્છરજન્ય રોગનો રાફડો ફાટ્યો છે. તદુપરાંત વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે વરસાદને કારણે ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગ પણ હોય છે તેવામાં ઝાડા ઉલ્ટી અને હિપેટાઇટિસના કેસમાં વધારો થયો છે.
અમદાવાદના પશ્ચિમ ભાગમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ગત એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં 11,114 કેસ નોંધાયા હતા જ્યારે તેમાંથી 1,172 દર્દીઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલ માં દાખલ કરવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય બંને રોગચાળો પાર્ટી નીકળતો હોય છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ સોલા સિવિલ હોસ્ પિટલમાં ડેન્ગ્યુના 158 શંકાસ્પદ કેસમાંથી 26 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તથા મેલેરિયાના 173 અને ચિકન ગુનિયાના 13 શંકાસ્પદ કેસ માથી એકપણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. ઉપરાંત ફક્ત એક સપ્તાહ વાઇરલ ઇન્ફેક્શનના 1,649 દર્દીઓ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ચોમાસાની ઋતુ દરમિયાન પીવાનું પાણી શુદ્ધ હોતુ નથી જેને કારણે પીટને લગતી સમસ્યાઓ સર્જાય છે ખાસ કરી ને ના કેસમાં વધારો થતો હોય છે ગત એક સપ્તાહ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલ માં 44 કેસ નોંધાયા હતા તથા વાઇરલ હિપેટાઇટિસના 11 કેસ અને ટાઇફોઇડના 2 કેસ નોંધાયા હતા. આ બાબતે સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉ. દેવાંગ શાહ એ જણાવ્યું હતું કે વરસાદની ઋતુમાં પીવાનું પાણી શુદ્ધ ખૂબ જરૂરી છે પાણીને ક્લોરિન વડે સાફ કરી શકાય છે અથવા ઓછામાં ઓછી 20 મિનિટ સુધી પાણીને ઉકાળીને ઠંડુ કરીને પછી તેનું સેવન કરવું જોઈએ જેથી ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગના ખતરાથી બચી શકાય છે.