ગુજરાતમાં આગામી 5 દિવસ આ જીલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસશે, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા અનેક વિસ્તારોમાં મનમૂકીને વરસી રહ્યા છે. આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો ત્યારે રાજ્યમાં વરસાદને હવામાન વિભાગે ફરી આગાહી કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, 2 દિવસ આ અનેક વિસ્તારોને ધમરોળશે. વરસાદના આગમનથી લોકો અને ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. વાવણીલાયક વરસાદ વરસવા લાગે તો ખેડૂતોની ચિંતા દુર થાય ત્યારે ચાલો જાણીએ શું કહે છે વરસાદ વિશે હવામાન વિભાગ.
આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં 24 કલાકમાં અલગ અલગ કુલ 122 તાલુકામાં મેઘરાજાની સવારીનું આગમન થયું છે. જેમાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ જુનાગઢના વીસાદરમાં નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 26 જૂનથી 30 જૂન સુધી એટલે કે 5 દિવસ માટે વરસાદને લઇને આગાહી કરી છે. જેમાં આજે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં હવળાથી મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે. જ્યારે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદ ની ચેતવાણી #gujarat #weather #WeatherUpdate DAY1-3 pic.twitter.com/KSh8oxisSy
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 26, 2024
આગામી 5 ગુજરાતમાં કેવો રહેશે માહોલ
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ક્યાંક હવળા તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેંદ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં 30 જૂને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ઓરેન્જ એલર્ટ : પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી સાથે આ બંને જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યું છે.
યલો એલર્ટ : હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે પણ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.