198 વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસરનાં 199માં ધજાજીની “વોઇસ ઓફ ડે”નાં આંગણે મંગલ પધરામણી
198 વર્ષ પ્રાચીન તીર્થ સુપાર્શ્વનાથ જિનાલય દાદાવાડીનાં આંગણે 199મો ધ્વજારોહણ મહોત્સવનો ઐતિહાસિક અવસર ઉજવાશે.સુપાર્શ્વનાથ દાદાનાં શિખરની ધ્વજા તથા વીર માણિભદ્ર દાદાનાં શિખર પરની ધજા ચડવાનો ઉત્સવ પૂર્વે “વોઇસ ઓફ ડે”મીડિયા હાઉસનાં આંગણે ધજાજી વધામણાંનો દિવ્ય અવસર આવ્યો હતો.”વોઇસ ઓફ ડે”નાં આંગણે 199 મી ધજાજીની પધરામણી થઈ હતી.

આ પ્રસંગે “વોઇસ ઓફ ડે” એમ.ડી. કૃણાલભાઈ મણીયાર અને મીરાબેન દોશી મણીયારએ 199મી ધ્વજાજીનાં અક્ષત અને વાસક્ષેપ સાથે ભવ્ય વધામણાં કર્યા હતા.ત્યારબાદ મીડિયા હાઉસમાં લઈ જઈને મસ્તકે ચડાવી વધામણાં કર્યા હતા.

રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઈ ચા વાળા, સેક્રેટરી કિરીટભાઈ સંઘવી,મણિયાર દેરાસરના કન્વીનર દીપકભાઈ મહેતા, જાગનાથ દેરાસરના કન્વીનર દિલીપભાઈ ટોળિયા, શ્રેણિકભાઈ દોશી 199મી ધજાજી ને લઈને પધાર્યા હતા. આ પ્રસંગે જીતુભાઈ ચા વાળાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 22 ના રોજ માંડવી ચોક દેરાસરની 199 માં ધ્વજારોહણ મહોત્સવ અંતર્ગત આ ધજાજીની પધરામણી થઈ છે. 200 મી સાલગીરી ઉત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ પ્રસંગે જૈન સમાજના તમામ ફિરકાઓ માટે સ્વામી વાત્સલ્યનું આયોજન કરાશે. જે અંતર્ગત અત્યારથી તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં અલગ અલગ દેરાસર ખાતે આ ધજાજીની પધરામણી થશે.

ધજાજીને હૈયાના હેતથી વધાવતાં કૃણાલભાઈ મણીયાર
“વોઇસ ઓફ ડે”નાં આંગણે 199મી ધજાજીને હૈયાના હેતથી વધાવતાં કૃણાલભાઈ મણીયાર,મીરાબેન દોશી મણીયાર તેમજ રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઈ ચા વાળા, સેક્રેટરી કિરીટભાઈ સંઘવી,મણિયાર દેરાસરના કન્વીનર દીપકભાઈ મહેતા, જાગનાથ દેરાસરના કન્વીનર દિલીપભાઈ ટોળિયા, શ્રેણિકભાઈ દોશી નજરે પડે છે.