જામકંડોરણા નજીક ફાર્મમાંથી 44 લાખનો દારૂ પકડાયો : પોલીસના 100 કલાકના સપાટા વચ્ચે લાખોનો દારૂ કેમ પહોંચ્યો ?
રાજ્યભરમાં દારૂ, જુગાર, ખનનના દૂષણ પર લગામ રાખવા દોડતા સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ રાજકોટ જિલ્લાના જામકંડોરણાના રાજપરા ગામે ફાર્મ હાઉસ પર દરોડો પાડી ૪૪,૧૯,૩૧૨ની કિંમતના ૭,૦૧૬ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે બે શખસોને પકડી પાડ્યા છે. દારૂનો જથ્થો જામનગર તથા દેવભૂમિ દ્વારકાના બૂટલેગરોએ મંગાવ્યો હતો. કટિંગ થઈને જથ્થો સગેવગે થાય એ પૂર્વે જ એસએમસીની ટીમ પહોંચી ગઈ હતી. ટોરસ સહિત બે વાહનો, પાંચ મોબાઈલ, રોકડ તેમજ દારૂનો જથ્થો પશુ આહાર નીચે છૂપાવીને લવાતો હતો. આવી ૨.૩૦ લાખની ૨૩૦ કેટલ ફીડ બેગ મળી ૬૮,૮૬,૨૬૨નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા બે ઉપરાંત અન્ય નવ સામે જામકંડોરણા પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો છે.
જામકંડોરણાના રાજપરા ગામે જીતેન્દ્રસિંહ ભગતસિંગ પઢિયારના ફાર્મ (વાડી)માં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતર્યાની એસએમસીને માહિતી મળતા ડીવાયએસપી કે. ટી. કામરિયાની સૂચનાથી પીએસઆઈ એસ.વી. ગલચર તથા ટીમે દરોડો પાડ્યો હતો. ફાર્મ હાઉસ પરથી પશુ આહારની બોરીઓ નીચે છૂપાવીને ટોરસ (મોટા ટ્રક)માં લવાયેલો ૭,૦૧૬ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
વાડી પરથી દારૂનો જથ્થો જામનગર, દેવભૂ[* દ્વારકા તરફ સગેવગે થવાનો હતો. કર્ટિ થતાં પૂર્વે જ ટીમ પહોંચી હતી. સ્થ પરથી જામનગરના મચ્છરનગર શેરી નં.૪મ રહેતો અને જથ્થો મંગાવનાર, કટિંગ કરાવના યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા મજૂ દાહોદના જારોરનો રમેશ ઉર્ફે ચકો ઈશ્વરભા ડાંગી હાથ લાગ્યા હતા.
આરોપીની પૂછતાછમાં દારૂનો જશ્ દેવભૂમિ દ્વારકાના રાણપર ગામના બૂટલેગ બંધુ અરજણ આલાભાઈ કોડિયાતર તથ ધનાએ રાણપરના જ કરમણ જગાભાઈ રબાર સાથે મળીને પંજાબથી દારૂ મંગાવ્યો હતો અ જામકંડોરણાના રાજપરા ગામે જીતેન્દ્રસિંહને વાડીએ ઉતાર્યો હતો.
ત્યાંથી ભાગીદારો યશપાલસિંહ અને તેને ભાઈ પ્રતિપાલસિંહ સાથે મળી સગેવગે કરવાન હતો. આ ઉપરાંત સાગરિતો જામનગર-મચ્છરનગરમાં જ રહેતા તખુભા રાઠો: જામનગરના શંકર ટેકરી પાસે રહેતા દિવ્યેશ ઉ ડી.કે. તેમજ નાસી છૂટેલ ટ્રક ડ્રાઈવર, ક્લિન તથા પંજાબથી જથ્થો મોકલનાર સપ્લાયર સા ગુનો નોંધાવાયો છે.
રાજ્યભરમાં પોલીસના 100 કલાકના સપાટા વચ્ચે લાખોનો દારૂ કેમ પહોંચ્યો ?
રાજ્યભરમાં અત્યારે પોલીસ ફિલ્ડમાં છે, ચેકિંગમાં છે. પોલીસ ગુનેગારોની મિલકતો પર બૂલડોઝર ફેરવી રહી છે. સમગ્ર રાજ્યમાં આવી તીખી કે કડક કાર્યવાહી વચ્ચે પણ પંજાબથી લાખોનો દારૂ ભરીને નીકળેલો ટ્રક ગુજરાતની બોર્ડરમાં પ્રવેશી ગયો અને જામકંડોરણાના રાજપરાના ફાર્મ હાઉસ પર મુળ સ્થળે પહોંચી પણ ગયો તે પોલીસનો કોઈ ડર જ નથી કે પોલીસની કડકાઈ પર આશ્ચર્ય પમાડનાર કહેવાય.
રાજકોટ રૂરલ એલસીબી, સ્થાનિક પોલીસ 100 કલાકના કામમાં વ્યસ્ત હતી કે ?
રાજકોટ રૂરલ પોલીસનો એરિયા બૂટલેગર માટે સલામત મનાતો હોય તેમ અગાઉ પણ એસએમસીએ ગોડાઉનમાંથી દારૂના મોટા જથ્થા અને નામચીન બૂટલેગરના નામ ખોલ્યા હતા. ક્યારેક એલસીબી તથા સ્થાનિક પોલીસ પણ ધ્યાન આવે તો દરોડા પાડે છે. લાખોની કિંમતનો દારૂ જામકંડોરણા પોલીસની હદમાં રાજપરા ગામે ઉતરી ગયો. રાજકોટ રૂરલ પોલીસ અત્યારે ડીજીપીના આદેશના ૧૦૦ કલાકના કામમાં વ્યસ્ત હશે ને આવડો મોટો જથ્થો ગરક થઈ ગયો કે અગાઉની માફક અંધારામાં રહી ગઈ ? હવે સ્થાનિક જામકંડોરણા પોલીસ પર કોઈ એક્શન આવશે તેવા ભણકારા વાગી રહ્યા છે.
