નાણા મંત્રાલયની જાહેરાતથી 13 લાખથી વધુ LIC એજન્ટોને ફાયદો થશે
નાણા મંત્રાલયે ભારતીય જીવન વીમા નિગમના કર્મચારીઓ અને એજન્ટો માટે કેટલાક લાભોને મંજૂરી આપી છે. આ હેઠળ નાણા મંત્રાલયે તેમના માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા, તેમના રિન્યુએબલ કમિશન પાત્રતા, ટર્મ ઇન્શ્યોરન્સ કવર અને ફેમિલી પેન્શન માટે એક સમાન રેટને મંજૂરી આપી છે.
એલ.આઈ.સી. એજન્ટો માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા રૂપિયા 3 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરવામાં આવી છે અને તેના દ્વારા તેમની કામ કરવાની સ્થિતિમાં સુધારો થશે અને LIC એજન્ટોને લાભ મળશે. જે એલઆઇસી એજન્ટ્સ ફરીથી નિમણૂક બાદ આવે છે તેમને રિન્યુઅલ કમિશન માટે પાત્ર બનાવવાની મંજૂરી આપી છે, જેના દ્વારા તેઓને નાણાકીય સ્થિરતા વધશે. હાલમાં LIC એજન્ટો કોઈપણ જૂની એજન્સી હેઠળ પૂર્ણ થયેલા કોઈપણ વ્યવસાય માટે રિન્યુઅલ કમિશન માટે પાત્ર નથી. આજે નાણા મંત્રાલયે પણ X પર પોસ્ટ મારફતે આ વિશે સત્તાવાર માહિતી આપી છે.
એલઆઈસી એજન્ટો માટે ટર્મ ઈન્શ્યોરન્સ કવર વધારવામાં આવ્યું છે અને તેની રેન્જ 3000-10,000 રૂપિયાથી વધારીને 25,000-1,50,000 રૂપિયા કરવામાં આવી છે. ટર્મ ઈન્શ્યોરન્સની રકમમાં વધારો કરીને જે એલઆઇસી એજન્ટનું નિધન થઇ ચૂક્યું છે તેમના પરિવારોને આર્થિક સહાયતા મળશે જેનાથી તેઓ વધુ કલ્યાણકારી લાભો મેળવી શકશે.
એલઆઈસી કર્મચારીઓના કલ્યાણ માટે તેઓ 30 ટકાના સમાન દરે ફેમિલી પેન્શનનો લાભ મેળવી શકશે.
આ કલ્યાણકારી પગલાંથી 13 લાખથી વધુ LIC એજન્ટો અને 1 લાખથી વધુ નિયમિત કર્મચારીઓને લાભ થશે જેઓ LICના વિકાસમાં અને ભારતમાં વીમાના ક્ષેત્રને વધુ મહત્વપૂર્ણ બનાવવાની ભૂમિકા ભજવે છે.