- સુરતના પુણાગામ ખાતે કોસ્મેટીક આઈટમો એમોઝોન, ફ્લીપકાર્ટ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર મોટાપાયે વેચાણનો પર્દાફાશ
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયા એ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટીક સામાન શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટીક બનાવટના કુલ ૯ નમુના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને રૂ.૨૩.૭૦ લાખનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે
તેમણે ઉમેર્યુ કે,રાજ્યમાં દવા તથા કોસ્મેટીક નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર–બનાવટી દવા તેમજ કોસ્મેટીકના વેચાણમા સંકળાયેલ વ્યકિતઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કરવામાં આવે છે.જેના ભાગરૂપે તાજેતરમાં વાય.જી. દરજી, નાયબ કમિશ્નર (ચા.શા) ના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજયની ફ્લાઇંગ સ્કોડના અધિકારી ડૉ. પી. બી. પટેલ મુખ્ય કચેરી, ગાંધીનગરના અને પ્રકાશ પૃસનાની, મદદનીશ કમિશ્નર, સુરત, તથા સુરત, ભરુચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓ એ સાથે રહી ગેરકાયદેસર પગર પરવાને ઉત્પાદન કરતા કોસ્મેટીકની ફેકટરીમાં દરોડા પાડ્યા. જેમાં
(૧) સ્મિત એન્ટરપ્રાઇઝ, જી-૨, અંડરગ્રાઉંડ, એટલાંટા મોલ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત દ્વારા વગર પરવાને અન્ય કંપનીના નામ, સરનામા તથા અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટીક બનાવટ્નું ઉત્પાદન કરતા સ્મિત એન્ટરપ્રાઇઝના માલીક હિંમતભાઇ વિઠલભાઇ વડાલીયાને ઝડપી પાડીને રૂ. ૪.૩૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તથા ૪ સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.
આ ઉપરાંત આજ ટીમ દ્વારા સી.કે કોર્પોરેશન, પુણાગામ ખાતે અલગ અલગ બ્રાન્ડની લેબલ વાળી કોસ્મેટીક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં મળી આવેલ. જેમાં તેઓ દ્વારા પ્રીશીલ લેબોરેટરી, વડોદરા ના નામ, સરનામા તથા લાયસન્સ નંબરનો તેઓની જાણ બહાર ઉપયોગ કરી કોસ્મેટીક નું ઉત્પાદન તેમજ પોતાના નામનું ઉત્પાદન કરી એમેઝોન, ફ્લીપકાર્ટ જેવા ઓન લાઇન પ્લેટફોર્મ પર કોસ્મેટીક નુ વેચાણ કરતા નિકુલભાઇ ભિમજી ભાઇ રુખી ને પકડી પાડીને આશરે રૂ.૨૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને ૫ સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપેલ છે.