અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી માટે સરકાર દરમિયાનગીરી કરે : ક્ષત્રિય તેમજ અન્ય સમાજના આગેવાનોએ અપીલ
રીબડાના વતની અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાના હત્યા કેસમાં સાત. વર્ષ પૂર્વે 2018માં મળેલી સજા માફી તાજેતરમાં હાઈકોર્ટે રદ કરી અને સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટનો ચૂકાદો માન્ય રાખી અનિરૂધ્ધસિંહને આગામી તા.18 સપ્ટેમ્બર સુધીમાં હાજર થવા કરેલા હુકમને લઈને રીબડા ખાતે શુક્રવારે સંમેલન મળ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના આગેવાનો દ્વારા સજા માફી હુકમ અંગે સરકાર દરમિયાનગીરી કરે તેવી અપીલ કરી હતી અને આ અંગે સરકારને રજૂઆત થશે તેમજ ટેકનીકલ મુદ્દાઓ, છણાવટ સાથે કાનૂની રીતે પણ અપીલ કરાશેના ઉચ્ચારણો થયા હતા.

હાઈકોર્ટે અનિરૂધ્ધસિંહની સજા માફી રદ કરી હતી અને એક માસમાં સરન્ડર થવા આદેશ કર્યો હતો જે અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી અને જેલમુક્તિના છ વર્ષ બાદ પોપટભાઈના પૌત્ર દ્વારા ગત વર્ષે સજા માફી રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી જે અપીલ સંદર્ભે ગત મહિને સામે અનિરૂધ્ધસિંહ તરીકે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચૂકાદાને પડકારાતા ત્યાંથી પણ પછડાટ મળી હતી. સુપ્રીમે હાઈકોર્ટનો ચૂકાદો માન્ય રાખ્યો હતો અને 18 સપ્ટેમ્બર સુધીમાં હાજર થઈ જવા આદેશ કર્યો હતો.

કોર્ટના ચૂકાદાને લઈને આજે શુક્રવારે તા5-9ના રોજ રીબડા ખાતે સંમેલન મળ્યું હતું જેમાં ક્ષત્રિયો ઉપરાંત અન્ય સમાજના આગેવાનો, લોકો સાથે હજારોની સંખ્યામાં એકત્રિત થયા હતા. અમદાવાદના અમિતભાઈ દવે નામના અગ્રણીએ સજા માફી રદ થવા સંદર્ભે મુદ્દાઓ રજૂ કર્યા હતા અને ટેક્નીકલ – છણાવટ સાથે ફરી અપીલ કરાશે તેવું જણાવ્યું હતું. – આ ઉપરાંત ક્ષત્રિય સમાજના પી.ટી. જાડેજાએ સજા માફી માટે સરકાર સમક્ષ રજૂઆત કરાશેનું જણાવ્યું હતું.

અન્ય આગેવાન કરણસિંહ ચાવડાએ હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો છે તે સ્વીકાર કરીએ છીએ પરંતુ ચૂકાદા સામે સરકાર દ્વારા સરકાર તરફે સજા માફી યથાવત રાખવા અપીલ કરાય તેવી રજૂઆતો કરાશે. અગાઉ ઘણા ખરા કિસ્સાઓમાં સજા માફી અપાઈ છે. અનિરૂધ્ધસિંહે તો 18 વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો છે. સરકારને લાગણી વ્યક્ત કરવા માગીએ છીએ કે અનિરૂધ્ધસિસંહને મળેલી સજા માફી યથાવત રહે તેવી સરકાર પક્ષે કાર્યવાહી થાય.
