લગ્ન બાદ દુલ્હનનું અપહરણ !! વહુ સાસરે પહોંચે તે પહેલા જ 20 લોકો ઉઠાવી ગયા
સામાન્ય રીતે લગ્ન કરીને કન્યા સાસરે જતી હોય છે ત્યારે ગુજરાતમાં એક એવો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં દુલ્હન સાસરે પહોચે તે પહેલા જ તેનું અપહરણ થઇ ગયું હતું. વર પક્ષના લોકો જાન લઇને જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે દુલ્હનની શોધખોળ શરુ કરી છે. મહત્વની વાત તો એ છે કે જે લોકો દુલ્હનનું અપહરણ કરવા આવ્યા હતા તેમાંથી 4 લોકોને તો વરરાજો ઓળખે છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના દાહોદ જીલ્લાના બોરડી ગામ નજીકની છે જ્યાં આ અપહરણની ઘટના બની હતી. ’20 લોકોએ બંદૂકની અણીએ દુલ્હનનું અપહરણ કર્યું હતું. જાન દાહોદના ભાટીવાડી ગામથી ઝાબુઆના જાલાપાડા ગામે ગઈ હતી. વિધિવત લગ્ન કર્યા બાદ જાન પરત ફરી હતી તે દરમિયાન નવાગામ ચાર રસ્તા પાસે કેટલાક બાઇક સવારોએ વરરાજાની કારને ટક્કર મારી હતી. જે બાદ દુલ્હનનું બાઇક પર અપહરણ કરવામાં આવ્યું હતું.

વરરાજા, રોહિત અમલીયારે આ અંગે જણાવ્યુ હતુ કે, ‘નવાગામ ચોકડી પાસે અમારી ગાડીની આગળ એક ગાડી મુકી દીધી અને અમારી ગાડીની ચાવી લઇ લીધી હતી. પછી મારી પરણીત પત્ની સાથે ખેંચાતાણ કરી હતી. જે બાદ તેને બહાર કાઢીને ભગાડીને લઇ ગયા હતા. અપહરણકર્તાઓમાંથી ચાર જણ ઓળખાયા અને બીજા ના ઓળખાયા.’

આ મામલામાં વરરાજાના પરિવારે ચાર લોકોના નામ આપ્યા છે અને અન્યો સામે ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસની જુદી જુદી ટીમોએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જેથી પોલીસે તમામ લોકોના નામ મેળવી લીધા છે. આ પૈકીના બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી છે. પીડિતા જાલાપાડા ગામની રહેવાસી છે. આ જલાપડ ગામ અને આરોપીનું ગામ એ સરહદ નજીક આવેલા ગામો છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.